Independence Day 2026 ‘પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનીશું, 5 નવા રિએક્ટર બનાવાશે’, 80મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી PM મોદીની જાહેરા

By: Nation Gujarat Team
15 Aug, 2026

Independence Day 2026 Live: ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી રહ્યા છે. આ વર્ષનો સમારોહ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરાયો છે.

PM મોદીએ દેશવાસીઓને આપ્યો મંત્ર

લાલ કિલ્લાની પ્રાચીર પરથી 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટા સ્વપ્નો અને ઊંચા સંકલ્પો સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે દેશ નાના સ્વપ્નોથી ચાલે તેમ નથી, કારણ કે મોટા સ્વપ્નો આપણી વિચારસરણીને વિસ્તાર આપે છે અને દ્રઢ સંકલ્પો વિકટ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ માર્ગ કાઢવાનું સામર્થ્ય પૂરું પાડે છે. જ્યારે આપણા લક્ષ્યો અને પ્રયાસોની ઊંચાઈ વધશે ત્યારે જ આપણે સમર્થ અને મહાન ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.

15 Aug 2026 | 08:05 AM

PM મોદીની મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતાં કહ્યું કે દેશને પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનાવીશું. 5 નવા રિએક્ટર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય પર અમે આગળ વધી રહ્યા છીએ.

15 Aug 2026 | 07:54 AM

વડાપ્રધાન મોદીનું સંબોધન શરૂ, કહ્યું – દેશ વિકાસના માર્ગે

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ દેશવાસીઓને સંબોધતા કહ્યું હતું કે દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. દુનિયા ભારતના ઈનોવેશન જોઇ રહી છે.

15 Aug 2026 | 07:50 AM

લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગવાયું

સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ વંદે માતરમ ગવાયું હતું.

15 Aug 2026 | 07:41 AM

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને પહેલીવાર વંદે માતરમનું ગાન થયું હતું.

PM મોદીએ દેશવાસીઓને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય સેનાનીઓના સાહસ, બલિદાન અને સમર્પણને યાદ કરીને દેશવાસીઓને 80મા સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા આપી.

15 Aug 2026 | 07:35 AM

રાજઘાટ પહોંચ્યા PM નરેન્દ્ર મોદી

લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવતા પહેલા વડાપ્રધાન મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

15 Aug 2026 | 07:35 AM

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોનો અભિનંદન સંદેશ

અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને PM મોદીના મજબૂત સંબંધોથી ભારત-અમેરિકા ભાગીદારી સંરક્ષણ, AI, અંતરિક્ષ અને વ્યાપાર ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોંચી છે.

15 Aug 2026 | 07:35 AM

પુરીના સમુદ્રકિનારે સુદર્શન પટનાયકની વિશાળ રેતશિલ્પકૃતિ

ઓડિશાના પુરી બીચ પર પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આકર્ષક રેત શિલ્પકૃતિ કંડારી હતી.

15 Aug 2026 | 07:34 AM

લાલ કિલ્લા પર પ્રથમ વખત ગૂંજશે ‘વંદે માતરમ્’

આઝાદીના 80મા પર્વે પ્રથમ વખત લાલ કિલ્લા પરથી ઔપચારિક રીતે ‘વંદે માતરમ્’ ગીત ગવાશે. સંબોધન બાદ 2500 NCC કેડેટ્સ અને ‘માય ભારત’ના વોલન્ટિયર્સ રાષ્ટ્રગીત અને વંદે માતરમ્ ગાશે.

15 Aug 2026 | 07:34 AM

21 તોપોની સલામી અને ફ્લાયપાસ્ટની તૈયારીઓ

ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા બાદ PM ધ્વજવંદન કરશે. આ સાથે જ 105mm સ્વદેશી લાઈટ ફિલ્ડ ગન વડે 21 તોપોની સલામી આપવામાં આવશે અને વાયુસેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે.

15 Aug 2026 | 07:34 AM

AI કેમેરાથી લાલ કિલ્લાની સુરક્ષા ચાક-ચૌબંદ

લાલ કિલ્લા પરિસરમાં 1000થી વધુ AI આધારિત CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જવાનો સવારે 3 વાગ્યાથી જ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે.


Related Posts

Load more