ભારત અને વેસ્ટઈન્ડિઝની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિંડસર પાર્કમાં રમાઈ રહી છે. વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે મેચનો પ્રથમ દિવસ છે અને પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. તેજનારાયણ ચંદ્રપોલ 12 રન બનાવીને આઉટ થયો હતો. તેને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને બોલ્ડ કર્યો હતો.
જયસ્વાલ-ઈશાનને ડેબ્યૂ કેપ, વિન્ડીઝ તરફથી એથનિકે ડેબ્યૂ કર્યું
કેપ્ટન રોહિત શર્માએ પ્રવાસની પ્રથમ મેચમાં બે યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરવાની તક આપી છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટે નવોદિત ખેલાડીને કેપ આપી હતી. વિકેટકીપર બેટર ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલ વ્હાઇટ જર્સીમાં રમતા જોવા મળશે. એલિક એથનોઝને વિન્ડીઝ ટીમ માટે ડેબ્યૂ કરવાની તક મળી છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
વેસ્ટઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથાનાઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.