ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા તે પહેલા ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે જોડાયેલા હતા, જે દરમિયાન ટીમ ચેમ્પિયન પણ બની હતી. હવે ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ છે ત્યારે તેઓ ખેલાડીઓ સાથે સતત જોડાયેલા રહે છે અને તેની અસર પણ મેચ દરમિયાન જોવા મળતી હોય છે. KKRનું હોમ ગ્રાઉન્ડ કોલકાતાનું ઈડન ગાર્ડન્સ છે અને ત્યાં જ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમિફાઈનલમાં પહોંચવાની મહત્વની મેચ રમાઈ હતી. જ્યાં ભારતે ટોસ જીતીને બેટિંગ નહીં પરંતુ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેની પાછળ કોચ ગૌતમ ગંભીરનું ભેજું કામ કરી ગયું હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે મેચમાં કપરી પરિસ્થિતિ હોય ત્યારે તેઓ સતત કેપ્ટન સુધી મેસેજ પહોંચાડતા રહે છે અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા અંગે કહેતા હોય છે. કોલકાતાની બેટિંગ ફ્રેન્ડલી પિચ અને ઝડપી આઉટફિલ્ડને કારણે ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટનો પીછો કરવો સરળ હતો. પરંતુ ટીમ ઈન્ડિયાને આ સિવાય એક મોટી વાતનો ફાયદો થઈ ગયો હતોસંજુ સેમસનની આક્રમક ઇનિંગ્સના બળ પર ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સંજુ સેમસનએ 97 રન બનાવ્યા હતાટીમ ઈન્ડિયા સામે વેસ્ટ ઈન્ડિઝે 195 રન બનાવ્યા હતા. જોકે, વેસ્ટ ઈન્ડિઝ જાણતું હતું કે તેમના ટાર્ગેટમાં 20થી 25 રન ઓછા હતા. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ એક રહસ્ય જાણતું ન હતુંબેટિંગ ફ્રેન્ડલી પિચ અને ઝડપી આઉટફિલ્ડને કારણે ટીમ ઈન્ડિયા માટે પીછો કરવો સરળ હતો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે એક વાત ફાયદાની હતી. આ એક એવું મશીન હતું જેની અસર જોવા મળીIPLમાં KKR સાથે હોવાને કારણે ગંભીર એક વાત જાણતા હતા, જેનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. એટલા માટે સૂર્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.અન્ય સ્ટેડિયમમાં મેદાનમાંથી ઝાકળ દૂર કરવા માટે મશીનો હોય છે. તેઓ સ્પ્રિંકલરનો ઉપયોગ કરે છે. પરંતુ ઇડન ગાર્ડન્સમાં આ મશીન ઉપલબ્ધ ન હોવાથી, ઝાકળ દૂર કરવાની પદ્ધતિ મેન્યુઅલ છે. આ રહસ્ય ગંભીર જાણે છે. ગંભીરને ખબર હતી કે ઇડન ગાર્ડન્સમાં ઝાકળની મેચ પર અસર જોવા મળશે, તેથી જ ટીમ ઇન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેનો ટીમ ઇન્ડિયાને ફાયદો થયો છે. મેચની શરુઆતથી વેસ્ટ ઈન્ડિઝના સ્પિનરો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઇનઅપ માટે આ એક સારા સમાચાર હતા કારણ કે પીચ ઝડપી બોલરો માટે ફાયદાવાળી નહોતી.