IND VS USA – આજની ટીમમા રોહીત કરી શકે છે પ્લેઇંગ-11 મા ફેરબદલ

By: nationgujarat
12 Jun, 2024

T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને અમેરિકા વચ્ચે આજે (12 જૂન) ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને દેશો પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્રકારની મેચ રમશે.

વર્લ્ડકપની શરૂઆત પહેલા અમેરિકી ટીમને નબળી માનવામાં આવતી હતી, પરંતુ 6 જૂને ડલાસમાં જે રીતે તેણે પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવ્યું હતું, રોહિત બ્રિગેડ મોનાંક પટેલની આગેવાની હેઠળની ટીમને સહેજ પણ હળવાશથી લેશે નહીં.શું ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર થઈ શકે છે, શું સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેને તક મળશે, શું આ બે ખેલાડીઓની જગ્યાએ સંજુ સેમસનને તક મળી શકે છે. આવા કેટલાક સવાલો ચોક્કસપણે ફેન્સના મનમાં હશે. જોકે ટીમ ઈન્ડિયા મોટી ટૂર્નામેન્ટમાં વધારે ફેરફાર કરતી નથી.

સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન અત્યાર સુધી બોગસ રહ્યું છે. સૂર્યાએ વર્લ્ડ કપની 2 મેચમાં 9 રન બનાવ્યા છે, તેણે આયર્લેન્ડ સામે 2 રન અને પાકિસ્તાન સામે 7 રન બનાવ્યા છે. બિગ હિટર તરીકે ઓળખાતો શિવમ દુબે આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 0 રને અણનમ પાછો ફર્યો હતો, જ્યારે પાકિસ્તાન સામેની બીજી મેચમાં તે 3 રન બનાવી શક્યો હતો.આવી સ્થિતિમાં જો અત્યાર સુધીની બે મેચોના આધારે ટીમના સંતુલનની વાત કરીએ તો આ બે નબળી કડી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતી વખતે, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવાની હિમાયત કરી હતી. બાંગરે કહ્યું કે જો સંજુ સેમસન ટીમમાં રમે તો ફાયદો થશે.વિરાટ કોહલી પાસે T20 વર્લ્ડ કપમાં વધુ એક ઈતિહાસ રચવાની તક છે. તે બાબર આઝમથી 71 રન પાછળ છે, બાબર આઝમના T20 ફોર્મેટમાં 122 મેચમાં 4113 રન છે. જ્યારે કોહલીના નામે 119 મેચમાં 4042 રન છે. આવી સ્થિતિમાં કોહલી પાસે બાબરને હરાવવાની તક હશે. વિરાટે 12 જૂન 2010ના રોજ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ટી20માં પ્રવેશ કર્યો હતો. પોતાની ડેબ્યૂ મેચમાં વિરાટે 21 બોલમાં 26 રન બનાવ્યા હતા.


Related Posts

Load more