ODI વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ ચાલી રહી છે, પરંતુ ટીમ ઈન્ડિયાની ખરી કસોટી દક્ષિણ આફ્રિકાના પ્રવાસથી શરૂ થશે. આફ્રિકા સામે 10 ડિસેમ્બરથી શ્રેણી શરૂ થવાની છે, જેના માટે ગુરુવારે ટીમની જાહેરાત થઈ શકે છે. જો કે, એક શંકા છે કે શું કેપ્ટન રોહિત ત્રણેય ફોર્મેટ માટે શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે કે નહીં? કોહલી પહેલાથી જ સફેદ બોલ ફોર્મેટથી દૂર થઈ ચૂક્યો છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રોહિત અહીં ઉપલબ્ધ રહેશે
જો આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ અહીં 3 T20, 3 ODI અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ગુરુવારે બીસીસીઆઈ ટીમની જાહેરાત કરી શકે છે. વર્લ્ડ કપ પછી સિનિયર ખેલાડીઓ આરામ કરી રહ્યા છે, જ્યારે બાકીની ટીમ ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમી રહી છે. કારણ કે સાઉથ આફ્રિકાનો પ્રવાસ મહત્વપૂર્ણ અને મોટો છે, ટીમ ઈન્ડિયા આફ્રિકા પ્રવાસે અનુભવી ખિલાડીઓને મોકલવા માંગશે . વિરાટ કોહલી પહેલેથી જ સંકેત આપી ચૂક્યો છે કે તે આ પ્રવાસ પર માત્ર ટેસ્ટ શ્રેણી માટે જ ઉપલબ્ધ રહેશે, તેથીવન ડેમાટે કેટલાક અન્ય ખેલાડીઓને તક મળી શકે.
આફ્રિકાના પ્રવાસ સમયે હેડ કોચ કોણ હશે તેના પર પણ ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેમજ કોહલી વન ડે અને ટી-20 માંથી આફ્રિકા પ્રવાસે તો નથી જ પણ હવે શું રોહીત શર્મા નો સમાવેશ થશે કે કેમ ? આ સિવાય ટી-20 ફોર્મેટમાં શું હાર્દીક પંડયા ને ફરી સુકાની આપશે કે સુર્યકુમાર યાદવને ફરી જવેબદારી આપશે તેના પર પણ ફેન્સની નજર છે. તો જોઇએ આજે ટીમની જાહેરાત થવાની છે તેમાં કેટલા યુવા ખિલાડીને તક મળશે અને કેટલા સિનિયર ખિલાડીને તક મળશે.