IND vs SA:કેએલ રાહુલની સેન્ચુરિયનમાં સદી,101 રન કરી થયો આઉટ

By: nationgujarat
27 Dec, 2023

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. રમતના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી નબળી રહી હતી, પરંતુ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ટીમની ઈનિંગની જવાબદારી સંભાળી હતી. રમતના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટના નુકસાન પર 208 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. રાહુલે બીજા દિવસે પણ પોતાનું સારું ફોર્મ જારી રાખ્યું અને સદી પૂરી કરી હતી. ભારત નો સ્કોર 245 રન 10 વિકેટ પર છે હવે આફ્રિનાની બેટીગ આવશે હવે બોલરોની પરિક્ષા થશે.

કેએલ રાહુલે સેન્ચુરિયનમાં સદી ફટકારી હતી
જ્યારે કેએલ રાહુલ મેદાન પર આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 92 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, તેણે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે નાની ભાગીદારી કરીને ટીમનો સ્કોર વધાર્યો અને શાનદાર સદી ફટકારી. કેએલ રાહુલે 133 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જો કે, તે તેની સદી પછી તેની ઇનિંગ્સને વધુ આગળ લઈ શક્યો ન હતો અને 101 રન બનાવીને આઉટ થયો હતો.

સચિનની ખાસ ક્લબમાં જોડાયો

કેએલ રાહુલે આ પહેલા 2021ની સેન્ચુરિયન ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. તે મેચ પણ બોક્સિંગ ડે ટેસ્ટ હતી. આ સાથે તે સતત બે બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકરે આ સિદ્ધિ મેળવી હતી. સચિન તેંડુલકરે 1998 અને 1999 બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારી હતી.

 

Fall of wickets: 1-13 (Rohit Sharma, 4.6 ov), 2-23 (Yashasvi Jaiswal, 9.4 ov), 3-24 (Shubman Gill, 11.1 ov), 4-92 (Shreyas Iyer, 26.6 ov), 5-107 (Virat Kohli, 30.6 ov), 6-121 (Ravichandran Ashwin, 34.6 ov), 7-164 (Shardul Thakur, 46.2 ov), 8-191 (Jasprit Bumrah, 54.3 ov), 9-238 (Mohammed Siraj, 65.1 ov), 10-245 (KL Rahul, 67.4 ov)


Related Posts

Load more