IND VS PAK – ભારતે જીતનો પરચમ લહેરાવ્યો ,પાકિસ્તાનને ઘુટણીયે કર્યુ

By: nationgujarat
14 Oct, 2023

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ભારત માટે ફાયદાકારક સાબિત થયો છે. ભારતે પાકિસ્તાનને 42.5 ઓવરમાં 191 રનના સ્કોરે ઓલઆઉટ કરી નાખ્યું હતું. રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની વિકેટ જલદી પડી. શુભમન ગીલનું ફેવરીટ ગ્રાઉન્ડ હોવાથી તેની પાસે એક મોટા સ્કોરની આશા હતી પરંતુ ગીલ આઉટ થયો અને રોહીત અને કોહલીએ પારીને સંભાળી જેમાં રોહીતની સિક્સરોએ ફે્ન્સનું દિલ જીતી લીધુ  વન ડેમાં 302 સિક્સફટકારી વિશ્વ  રેકોર્ડ કરી નાખ્યા આ પહેલા જયસુર્યાનો 299 સિક્સનો રેકોર્ડ હતો.  રોહીત શર્માએ 36 બોલમાં 50 રન પુરા કર્યા છે. ગ્રાઉન્ડમાં ભારત જીતેગાના નારા ગુંજી રહ્યા છે. ભારત જીત તરફ આગળ વઘી રહ્યુ છે. ભારતે 13.5 ઓવરમાં 100 રન પુરા કાર્યા.  વિશ્વ કર 2023માં સૌથાી વધુ સિક્સ મારવામાં રોહીત બીજા ક્રમે છે પહેલા નંબરે શ્રીલંકાનો મેન્ડિસ 14 સિક્સ છે તો રોહીતની 10 સિક્સ છે.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: ત્રીજી ઓવરના પાંચમા બોલે શાહીન આફ્રિદીએ ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો, જેને ગિલ કટ શોટ રમવા ગયો, પણ બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા શાદાબ ખાને કેચ કરી લીધો હતો.

બીજી: 10મી ઓવરના પાંચમા બોલે હસન અલી શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને તે મિડ-ઓન પરથી શોટ રમવા ગયો, પણ ટાઇમિંગ ના હોવાને લીધે મોહમ્મદ નવાઝે કેચ કર્યો હતો.

ત્રીજી: 22મી ઓવરના ચોથા બોલે આફ્રિદીએ ગુડ લેન્થ પર સ્લોઅર ડિલિવરી નાખી, જેને રોહિત ફ્લિક રમવા ગયો, પણ સ્લોઅર બોલ હોવાને લીધે તે સર્કલની અંદર જ મિડ વિકેટ પર કેચઆઉટ થયો હતો.

. ટીમ ઈન્ડિયાના 3 ગુજરાતી બોલર્સે પાકિસ્તાનની કમર તોડી નાખી છે અને પાકિસ્તાનને મોટો સ્કોર કરતાં અટકાવ્યું છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની બોલિંગ સામે પાકિસ્તાની ટીમ લાંબા સમય સુધી ટકી ન શકી

પાકિસ્તાને 36 રનમાં જ 8 વિકેટ ગુમાવી દીધી
પાકિસ્તાનની ટીમ એક તબક્કે 30 ઓવરે 2 વિકેટે 155 રને હતી. ત્યારે ક્રિઝ પર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન હતા. બાબરે ફિફ્ટી પણ ફટકારી હતી. પણ પછી સિરાજ ત્રાટક્યો હતો અને બાબરને બોલ્ડ કર્યો હતો. આ પછી તો ટીમના અન્ય બોલર્સે તરખાટ મચાવ્યો હતો. અને પાકિસ્તાનને 191 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.

બુમરાહનું પર્ફોર્મન્સ….
ટીમ ઈન્ડિયા તરફથી શરૂઆતી ઓવર્સમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બુમરાહે શરૂઆતી ઓવર્સમાં પાકિસ્તાની બેટર્સને જકડી રાખ્યા અને પાવરપ્લેનો ફાયદો ઉઠાવતા અટકાવ્યા. બુમરાહના આજના પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 7 ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર 2.70 રનની ઈકોનોમીથી 19 રન આપ્યા હતા. બુમરાહે 2 વિકેટ લેવાની સાથે એક મેડન ઓવર પણ ફેંકી હતી.

હાર્દિકનું પર્ફોર્મન્સ….

હાર્દિક પંડ્યાના પર્ફોર્મન્સની વાત કરીએ તો તેણે 6 ઓવરમાં માત્ર 34 રન આપ્યા હતા. તેણે 5.70ની ઈકોનોમીથી રન આપ્યા અને સાથે મોહમ્મદ નવાઝ અને ઈમામ-ઉલ-હકની બે મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

જાડેજાનું ​​​​​​પર્ફોર્મન્સ….

રવીન્દ્ર જાડેજાએ પાકિસ્તાન ટીમના લોવર ઓર્ડરની કમર તોડી નાખી હતી. તેણે હારિસ રઉફ અને હસન અલીને આઉટ કર્યા હતા. જાડેજાએ 9.5 ઓવરમાં 38 રન આપીને બે વિકેટ લીધી હતી. પોતાની 10 ઓવરનો સ્પેલ પૂરો થાય એ પહેલાં તેણે હારિસ રઉફને LBW આઉટ કરીને પાકિસ્તાનની ટીમને 191 રનમાં ઓલઆઉટ કરી.

ભારતમાં જાડેજાની 100 વિકેટ
રવીન્દ્ર જાડેજાએ પાકિસ્તાન સામે 2 વિકેટ લીધી હતી. તેણે હસન અલી અને હારિસ રઉફને આઉટ કર્યા હતા. આ બે વિકેટ લેતાંની સાથે જ જાડેજાએ ભારતમાં વન-ડેમાં 100 વિકેટ પૂરી કરી હતી. આવું પરાક્રમ કરનારો તે છઠ્ઠો ભારતીય બોલર બન્યો છે.

આવી રીતે પડી પાકિસ્તાનની વિકેટ…

પહેલી: આઠમી ઓવરે સિરાજે ક્રોસ સિમ બોલ નાખ્યો, જેને શફલ થઈને અબ્દુલ્લાહ શફીક શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

બીજી: 13મી ઓવરના ત્રીજા બોલે હાર્દિકે ગુડ લેન્થ પર સીધો બોલ નાખ્યો, જેને ઈમામ ડ્રાઇવ રમવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

ત્રીજી: 30મી ઓવરના ચોથા બોલે સિરાજે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને બાબર થર્ડ મેન પર રન લેવા ગયો, પણ તેનાથી મિસ થઈ જતા સ્ટમ્પ પર ગયો અને બોલ્ડ થયો હતો.

ચોથી: 33મી ઓવરના ચોથા બોલે કુલદીપે સઉદ શકીલને લેગ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને મિસ થઈ જતા તે LBW આઉટ થયો હતો.

પાંચમી: 33મી ઓવરે કુલદીપે લેગ સ્ટમ્પની બહાર નાખ્યો, જેને ઇફ્તિખાર અહેમદ સ્વિપ શોટ રમવા ગયો, પણ તેના બેટના ગ્રિપમાં અડીને તે બોલ્ડ થયો હતો.

છઠ્ઠી: 34મી ઓવરે જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને ઑફ કટર નાખ્યો, જેને રિઝવાન રમી ન શક્યો અને તે બોલ્ડ થયો હતો.

સાતમી: 36મી ઓવરના બીજા બોલે બુમરાહે ઑફ સ્ટમ્પ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને શાદાબ ખાનથી મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.

આઠમી: 40મી ઓવરે હાર્દિકે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને મોહમ્મદ નવાઝે લોંગ-ઑન પરથી શોટ રમવા ગયો, પણ સર્કલની અંદર બુમરાહે કેચ કર્યો હતો.

નવમી: 41મી ઓવરના પહેલાં બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને હસન અલી છગ્ગો મારવા ગયો, પણ ટાઇમિંગ ના આવતા બોલ હવામાં ગયો અને શુભમન ગિલે કેચ કર્યો હતો.

દસમી: 43મી ઓવરના પાંચમા બોલે જાડેજાએ હારિસ રઉફને LBW આઉટ કર્યો હતો.


Related Posts

Load more