એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનના નેપાળની સાથે ગ્રુપ-એમા છે. બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાને એશિયા કપનું શાનદાર શરૂઆત કરકી છે. ભારતીય ટીમ આજે તેની પહેલી મેચ રમવા જઇ રહી છે તે પણ પાકિસ્તાન સામેૉ . ભારત સામેની આ શાનદાર મેચ માટે પાકિસ્તાને ગઈકાલે જ પોતાના પ્લેઈંગ 11ની જાહેરાત કરી હતી. બીજી તરફ, ભારતીય ટીમ ટોસ સમયે તેની અગિયારનો ખુલાસો કરશે. વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા આ શાનદાર મેચમાં જોરદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે પલ્લેકેલેમાં મેચ રમાશે. આ મેચમાં હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ અંગે પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે એક વીડિયો શેર કર્યો છે. તેણે હવામાનની અપડેટ પણ જણાવી છે. વસીમ અકરમે વીડિયોમાં કહ્યું, “ઘણા લોકો મને કેન્ડી સીઝન વિશે પૂછી રહ્યા છે. હું જ્યાં રહું છું ત્યાં વાદળછાયું અને ઝરમર વરસાદ છે. પરંતુ તમે જોઈ શકો છો કે હવામાન સાફ થઈ રહ્યું છે. અહીંથી મેદાન એક કલાક દૂર છે. કદાચ ત્યાંનું હવામાન અલગ છે.” પલ્લેકેલેમાં મેચ દરમિયાન વરસાદની સંભાવના છે.