મોહમ્મદ સિરાજે ભારતને પ્રથમ સફળતા અપાવી. તેણે ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ડેવોન કોનવેને 0 રને આઉટ કર્યો હતો. શ્રેયસ અય્યરે શાનદાર કેચ કર્યો હતો.
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની બે ટોપર ટીમો વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી છે. વર્લ્ડ કપમાં બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2016માં પણ આ મેદાન પર મેચ રમાઈ હતી, જ્યારે ભારતે અહીં જીત મેળવી હતી. બંને હાલમાં વર્લ્ડ કપમાં વિજય રથ પર સવાર છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહેશે અને સેમીફાઈનલની ઘણી નજીક હશે.
ધર્મશાલાના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 8 વનડે રમાઈ છે. ભારતે કુલ 5 મેચ રમી છે. આમાં ભારતે બે મેચ જીતી છે, 2માં હાર અને એક મેચ રદ થઈ છે. આ સ્ટેડિયમમાં વિરાટનું બેટ ખૂબ ગર્જ્યું છે. જો તે આજે સદી ફટકારે છે તો તે સચિન તેંડુલકરની 49 વનડે સદીની બરાબરી કરી લેશે.
Fall of wickets: 1-9 (Devon Conway, 3.3 ov)