ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની બે ટોપર ટીમો વચ્ચે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુકાબલો છે. વર્લ્ડ કપમાં બંને ટીમોએ 4-4 મેચ જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2016માં પણ આ મેદાન પર મેચ રમાઈ હતી, જ્યારે ભારતે અહીં જીત મેળવી હતી. બંને હાલમાં વર્લ્ડ કપમાં વિજય રથ પર સવાર છે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર રહેશે અને સેમીફાઈનલની ઘણી નજીક હશે.
ધર્મશાલાના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 8 વનડે રમાઈ છે. ભારતે કુલ 5 મેચ રમી છે. આમાં ભારતે બે મેચ જીતી છે, 2માં હાર અને એક મેચ રદ થઈ છે. આ સ્ટેડિયમમાં વિરાટનું બેટ ખૂબ ગર્જ્યું છે. જો તે આજે સદી ફટકારે છે તો તે સચિન તેંડુલકરની 49 વનડે સદીની બરાબરી કરી લેશે.
વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે બોલિંગ કરવાનું પસંદ કર્યું . હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમી ટીમમાં આવ્યા છે.
ભારતના પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.