આયર્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાના આ પ બંકાઓને કારણે હારી ટીમ જાણો

By: Nation Gujarat Team
27 Jun, 2026

ભારતીય ટીમને પહેલી જ મેચમાં આયર્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું, જ્યારે આઇરિશ ટીમે ભારતને કોઈ પણ મેચમાં હરાવ્યું હોય. ટોસ જીત્યા પછી શ્રેયસ ઐયરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લોર્કન ટકર અને ગેરેથ ડેલાનીએ અનુક્રમે 50 અને 49 રન બનાવ્યા, જેનાથી યજમાન ટીમનો કુલ સ્કોર 182 થયો. જવાબમાં ભારત 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્યારે આ મેચમાં ભારતની હાર માટે જવાબદાર પાંચ ખેલાડીઓ કોણ હતા, તેના વિશે આ લેખમાં જાણીશું.

પ્રસિદ્ધ કૃષ્ણા

આયર્લેન્ડ સામે ભારતની હારમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી મોટો ગુનેગાર હતો. આ મેચમાં તે સૌથી મોંઘો બોલર સોબિત થયો હતો. ચાર ઓવરના સ્પેલમાં તેણે એક પણ વિકેટ લીધા વિના 57 રન આપ્યા. તેણે એક ઓવરમાં તો 27 રન આપ્યા હતા, જેના કારણે આઇરિશ ટીમ 182ના સ્કોર સુધી પહોંચી શકી. પ્રસિદ્ધ કૃષ્ણાની નિસ્તેજ બોલિંગ ભારતીય ટીમની હારનું મોટું કારણ હતું, જો તેણે સારું પ્રદર્શન કર્યું હોત, તો પરિણામ અલગ હોત.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર માટે આ મેચ ખાસ મહત્વની હતી, કારણ કે તે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા આ તેની પહેલી મેચ હતી. કમનસીબે તે પોતાની કેપ્ટનશીપ કે બેટિંગથી કોઈ અસર કરવામાં નિષ્ફળ ગયો. સુંદર અને કૃષ્ણાના બોલિંગ સ્પેલનો ઉપયોગ ચાલુ રાખવાનો તેનો નિર્ણય ભૂલ સાબિત થયો. વધુમાં 7 બોલમાં ફક્ત 3 રન બનાવવા કેપ્ટન માટે પૂરતું નથી.

તિલક વર્મા

તિલક વર્માને T20 ટીમનો વાઈસ-કપ્ટેનની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઘણીવાર જવાબદાર ઇનિંગ્સ રમતા, દબાણ ઓછું કરતા અને ટીમને સ્થિર કરતો જોવા મળે છે. જોકે, તિલકનું આ પાસું આયર્લેન્ડ સામે જોવા ના મળ્યું. વર્મા 21 બોલમાં 19 રન બનાવ્યા પછી આઉટ થયો હતો. સૌથી વધુ દુઃખદાયક બાબત એ છે કે તેના આઉટ થવાની રીત બરાબર નહોતી. રિવર્સ સ્વીપનો પ્રયાસ કરતી વખતે તેણે કેચ આપ્યો હતો.

વોશિંગ્ટન સુંદર

વોશિંગ્ટન સુંદરને આ મેચનો સૌથી મોટો ગુનેગાર ગણી શકાય. ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવતા તેણે બંને વિભાગોમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. પહેલા તેણે બોલિંગ કરતી વખતે એક જ ઓવરમાં 19 રન આપ્યા. પછી જ્યારે બેટથી યોગદાન આપવાની વાત આવી, ત્યારે તે 12 બોલનો સામનો કરવા છતાં ફક્ત 9 રન જ બનાવી શક્યો. જો સુંદરને આગામી મેચમાંથી બહાર કરવામાં આવે તો તેમાં કોઈ નવાઈની વાત નહીં હોય.

ઇશાન કિશન

IPL 2026થી ઇશાન કિશન બેસ્ટ ફોર્મમાં છે. આ જોતાં સંજુ સેમસનના આઉટ થયા પછી તેણે સંયમ સાથે ઇનિંગ્સને સ્થિર કરવી જોઈતી હતી. તેના બદલે તેણે બેજવાબદાર શોટ રમીને પોતાની વિકેટ ફેંકી દીધી, જેનાથી ટીમ ઇન્ડિયા પર દબાણ વધ્યું. તે જે ફોર્મમાં છે તેને ધ્યાનમાં લેતા, તે અભિષેક શર્મા સાથે મેચ-વિનિંગ ભાગીદારી બનાવી શક્યો હોત.


Related Posts

Load more