ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં વર્લ્ડ કપનો મુકાબલો 2 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. શાકિબ આજની મેચમાં નહીં રમે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ODI ક્રિકેટના આંકડા ટીમ ઈન્ડિયાની તરફેણમાં છે, પરંતુ છેલ્લી 4 મેચોમાં બાંગ્લાદેશના ખેલાડીઓ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આ પહેલા બંને ટીમો એશિયા કપમાં ટકરાઈ હતી જ્યાં બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. આ સિવાય છેલ્લા છ મુકાબલામાં બાંગ્લાદેશ ભારતને ત્રણ વાર હરાવી ચૂક્યું છે, એવામાં બાંગ્લાદેશની ટીમને હલકામાં લેવું ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.
બાંગ્લાદેશની પ્લેઈંગ 11 :
લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઇસ્લામ.
India Team રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.