આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રલીયા વચ્ચે રમાઇ રહી છે ટોસ જીત્યુ છે ઓસ્ટ્રલીયા પહેલા બોલીંગ કરશે.
વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી અને આ વખતે ટીમ તેનુ 150 ટકા પ્રદર્શન કરે તેમ ફેન્સ ઇચ્છી રહ્યા છે. પહેલી બેટીંગનો એવરેજ સ્કોર 286 રહ્યો છે. સચિને વિરાટ કોહલીને એક બેગ મેચ પહેલા આપી હતી જેમાં ટીમને એક જર્સી અને એક પોસ્ટ કાર્ડ જેમાં સંદેશ પણ લખેલો હતો. 13 મેચમાં ભારત 5 મેચ અને ઓસ્ટ્રલીયા 8 મેચ જીત્યુ છે.
અમદાવાદમાં ક્રિકેટનો મહાકુંભ જોવા મળ્યો છે. ક્રિકેટ ફીવર જોવો હોય તો હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોવા જેવુ બની રહ્યું છે. મોદી સ્ટેડિયમ બહાર લાખો પ્રેક્ષકોનો જમાવડો જામ્યો છે. પ્રેક્ષકોને અંદર એન્ટ્રી મળવાની શરૂઆત થઈ ગઈ છે. હવે થોડી જ ક્ષણોમાં વર્લ્ડકપ ફાઈનલની શરૂઆત થશે. પણ હાલ સ્થિતિ એવી છે કે, સ્ટેડિયમની બહાર પોલીસના વાહનો પણ ભીડમાં ફસાયા છે. તો કેટલાક ફેન વડાપ્રધાનનું લાઈફ સાઈઝ કટઆઉટ લઈને સ્ટેડિયમ પાસે પહોંચ્યા છે. વિશ્વ વિજેતા બનવાની ફાઈનલ મેચને હવે માત્ર 1 કલાક બાકી છે. ત્યારે ભારતીય ટીમમાં જીતનો આશાવાદ જોવા મળ્યો.