IND vs AUS 2nd Test: – ભારતીય ટીમ હાર નજીક, કંગાળ બેટીંગ પ્રદર્શન,

By: nationgujarat
08 Dec, 2024

India vs Australia 2nd Test:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ઓવલ ખાતે સિરીઝની એકમાત્ર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. શનિવારે પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતને બીજા દાવમાં 5 વિકેટે 128 રન પર ઘટાડી તેની સ્થિતિ મજબૂત કરી હતી. ભારતે પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા. આ રીતે બીજા દિવસે સ્ટમ્પ થવા સુધી ઓસ્ટ્રેલિયાને ભારત પર 29 રનની લીડ હતી. ત્રીજી દિવસની શરૂઆત પંત અને નીતીશ કરશે. પંત 28 રન અને નીતીશ 15 રન કરી નોટ આઉટ છે. ટીમની હાર લગભગ આજે નક્કી જ છે ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવા કોઇ જાદુઇ બેટીંગ જ કરવી પડે.

કેપ્ટેન રોહીત અને કોહલી નુ ખરાબ પ્રદર્શન

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળની બીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા બંને ઇનિંગ્સમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. પિંક બોલ ટેસ્ટ એટલે કે ડે-નાઈટ ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 3 રન અને બીજા દાવમાં 6 રન બનાવ્યા હતા. વર્ષ 2024માં આ ત્રીજી વખત છે જ્યારે રોહિત શર્મા ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો નથી.

રોહિત શર્મા પહેલા 1971માં અશોક માંકડ અને 2004માં આકાશ ચોપરા એક સિઝનમાં 3-3 વખત ડબલ ફિગરને સ્પર્શી શક્યા નહોતા. ભારતીય બેટ્સમેનોમાં, વીરેન્દ્ર સેહવાગ રોહિત શર્મા કરતા વધુ વખત બંને ઇનિંગ્સમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો ન હતો. 2006ની સિઝનમાં વીરેન્દ્ર સેહવાગ ચાર વખત ડબલ ફિગરને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્મા સિવાય, સનથ જયસૂર્યા અને મોમિનુલ હક એવા બે કેપ્ટન છે જેઓ એક કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ડબલ ફિગરને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યા હતા. વિરાટ કોહલની પણ 11 રન કરી આઉટ થયો છે.


Related Posts

Load more