IND VS AUS – રોહિત શર્માની વધુ એક નિષ્ફળતા: ઓપનિંગમાં ઉતર્યો ને તરત જ પેવેલિયન ભેગો થયો

By: nationgujarat
27 Dec, 2024

ભારત સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 474 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મેલબોર્નમાં, ટીમે શુક્રવારે 311/6ના સ્કોર સાથે રમવાનું શરૂ કર્યું અને છેલ્લી 4 વિકેટ ગુમાવ્યા બાદ 163 રન બનાવ્યા.

આજે મેચનો બીજો દિવસ છે અને બીજું સત્ર ચાલી રહ્યું છે. ભારત તરફથી પહેલી ઇનિંગ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. રોહિત શર્મા (3 રન) પેટ કમિન્સની બોલિંગમાં સ્કોટ બોલેન્ડના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે 197 બોલમાં 140 રનની ઇનિંગ રમી હતી. યુવા ઓપનર સેમ કોન્સ્ટન્સ (60 રન), ઉસ્માન ખ્વાજા (57 રન) અને માર્નસ લાબુશેને (72 રન) અડધી સદી ફટકારી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 49 રનનું યોગદાન આપ્યું હતું. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આકાશ દીપે 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.

ભારતીય ટીમે બીજી જ ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 3 રન બનાવીને આઉટ થયો હતો. તેને પેટ કમિન્સે સ્કોટ બોલેન્ડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા 474 રનમાં ઓલઆઉટ, બુમરાહે 4 વિકેટ

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 474 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે ટીમને છેલ્લો ઝટકો આપ્યો હતો. તેણે નાથન લિયોનને LBW આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં તેણે 4 વિકેટ ઝડપી હતી.


Related Posts

Load more