ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ખૂબ સારુ પ્રદર્શન કરવુ જરૂરી છે, પરંતુ શ્રેણી શરૂ થાય તે પહેલા પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ એક મોટી ભવિષ્યવાણી કરીને ટીમ ઇન્ડિયાના ફેન્સને ચોંકાવી દીધા . BGT 2024 પર શાસ્ત્રીએ આગાહી કરી છે. રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાંથી બે મોટા નામ પસંદ કર્યા છે જે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા સામે ખતરો બની શકે છે અને આવી સ્થિતિમાં તેમણે ભારતીય ટીમને તેમનાથી સાવધાન રહેવાની સલાહ પણ આપી છે.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને આશા છે કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ અને અનુભવી ઓફ સ્પિનર નાથન લિયોન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી શકે છે. કમિન્સ 2014/15ની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાને તેમના પ્રથમ BGT ટાઇટલ તરફ દોરી જવા ઉત્સુક હશે. ભારતે કેટલાક નવા ચહેરા અને કેટલાક બિનઅનુભવી ખેલાડીઓ સાથે ટાઈટલ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બિનઅનુભવી લાઇનઅપ ઓસ્ટ્રેલિયા સામે તેમની હારનું કારણ બની શકે છે,
શાસ્ત્રીએ આઈસીસી રિવ્યુમાં કહ્યું, “પેટ કમિન્સ ટીમ ઇન્ડિયાના બેટર પર હાવી જોવા મળશે.. નાથન લિયોન પણ એક એવો બોલર છે જે ભારકતીય બેટરને મુશ્કેલીમા મુકી શકે છે કારણ કે તેનો ભારત સામે શાનદાર રેકોર્ડ છે, પછી ભલે તે ઘર હોય કે બહાર. તેથી તેની બોલીંગ સામે સારી રીતે રન કરવા મહત્વપૂર્ણ છે, સાથે સાથે પેટ કમિન્સ પર પણ કારણ કે જો ઓસ્ટ્રેલિયાને વહેલી અને મોડી હાર સહન કરવી પડશે તો તે કમિન્સ હશે.”
શાસ્ત્રીએ વધુમાં કહ્યું, “સ્ટીવ સ્મિથ તેના અનુભવ અને ભૂતકાળના રેકોર્ડને કારણે ટીમ ઇન્ડિયા માટે ચિંતા વઘારી શકે છે.સ્ટીવ સ્મિથે હમેંશા ભારત સામે સારો સ્કોર કર્યો છે. અને હા સ્ટીવની ભારત સામેની છેલ્લી સીરીઝ હોય શકે છે એટલે તે આ સિરિઝને યાદગાર બનાવવા અને તેનો સ્કોર સારો કરવા પ્રયાસ કરશે. પાકિસ્તાન સામેની મેચમા પણ સ્ટીવ સ્મિથ સારા રન કર્યા છે.
શાસ્ત્રીને અપેક્ષા છે કે કમિન્સ મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડથી આગળ ભારતીય બેટર તેમનો દબદબો જાણવી રાખે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન, જેણે ઘરઆંગણે છેલ્લી બે BGT શ્રેણીની તમામ આઠ ટેસ્ટ રમી હતી, તેણે 35 વિકેટ માટે 23.14ની એવરેજ લીધી હતી.
22 નવેમ્બરના રોજ પર્થમાં સિરીઝની પ્રથમ મેચ પછી, બીજી ટેસ્ટ, જે ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે, તે 6 થી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ઓવલ ખાતે ફ્લડલાઈટ્સ હેઠળ રમાશે. આ પછી, ટીમ ઇન્ડિયાના ફેન્સનું ધ્યાન 14 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ત્રીજી ટેસ્ટ માટે બ્રિસબેનના ગાબા પર રહેશે. મેલબોર્નના પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 26 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનારી પરંપરાગત બોક્સિંગ ડે ટેસ્ટ શ્રેણીનો અંતિમ તબક્કો હશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.