IND vs AUS મેચમાં ગજબ ડ્રામા! બેટિંગ કરવા મેદાન પર આવી ગયો કોહલી, પછી આ કારણે પાછા જવું પડ્યું

By: nationgujarat
06 Dec, 2024

IND vs AUS : એડિલેડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમાં જીરદાર ડ્રામા જોવા મળ્યો હતો. નો બોલ થવાના કારણે ભારતીય બેટર કેએલ રાહુલને જીવનદાન મળ્યું હતું. ત્યાર પછી વિરાટ કોહલીએ મેદાનમાં આવીને ડ્રેસિંગ રૂમમાં પાછા જવું પડ્યું. ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર સ્કોટ બોલેન્ડના બોલ પર રાહુલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. પરંતુ નો બોલને કારણે તે આઉટ થતા બચી ગયો હતો. અમ્પાયરે રાહુલને આઉટ આપ્યા બાદ બેટિંગ કરવા માટે આવેલો વિરાટ ક્રિઝ તરફ આગળ વધી જ રહ્યો હતો, પરંતુ રાહુલ અંગેના નિર્ણય બાદ અમ્પાયરે તેને બાઉન્ડ્રી પાસે રોકી દીધો હતો.

 

રાહુલને મળ્યું હતું નવું જીવનદાન

જ્યારે ટીવી રિપ્લેમાં ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બોલ રાહુલના બેટને વાગ્યો ન હતો. આ સમયે રાહુલને લાગ્યું હશે કે બોલ તેના બેટ સાથે અથડાયો છે. જો આ બોલ નો-બોલ ન હોત તો રાહુલ કોઈપણ કારણ વગર આઉટ થઈ ગયો હોત. આ પછી રાહુલ પવેલિયન તરફ જઈ રહ્યો હતો.

ત્યાર પછી રાહુલને પાછો આવતો જોઈને વિરાટ ક્રિઝ તરફ આગળ વધ્યો પરંતુ અમ્પાયરોએ તેને ત્યાં જ રોકી દીધો હતો. અને અમ્પાયરે વિરાટને પાછો ફરવા જણાવ્યું હતું. આ તરફ રાહુલે ફરીથી બેટિંગ કરવા પહોંચયો હતો. જો કે,  રાહુલ પોતાને મળેલા આ જીવનદાનનો લાભ ઉઠાવી શક્યો ન હતો. અને 64 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

રાહુલ અને જયસ્વાલની મહત્ત્વપૂર્ણ ભાગીદારી 

આ ટેસ્ટમાં રાહુલે કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ રમતા બંને ઇનિંગમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 26 રન અને બીજી ઈનિંગમાં 77 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે તેની 201 રનની ભાગીદારીએ ટીમની જીતનો પાયો નાખ્યો હતો. જેના આધારે ભારતે ઓસ્ટ્રેલીયાને 534 રનનું લક્ષ્ય આપ્યું હતું. આ વિશાળ લક્ષ્ય સામે કાંગારૂ ટીમ માત્ર 238 રન પર જ સમેટાઈ ગઈ હતી. અને 295 રનથી મેચ હારી ગઈ હતી.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. અને કેપ્ટન સિવાય ટીમમાં શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. આ ત્રણેય ખેલાડીઓએ દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ અને વોશિંગ્ટન સુંદરનું સ્થાન લીધું.

પ્રથમ ઈનિંગનો સ્ટાર મિશેલ સ્ટાર્ક

પ્રથમ ઈનિંગનો સ્ટાર મિશેલ સ્ટાર્ક રહ્યો છે. તેણે 14.1 ઓવરમાં છ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી પેટ કમિન્સની આક્રમક બોલિંગથી ચાહકો ગેલમાં આવ્યા હતા. પેટ કમિન્સે 12 ઓવરમાં બે વિકેટ, જ્યારે સ્કોટ બોલેન્ડે 13 ઓવરમાં બે વિકેટ લીધી હતી.


Related Posts

Load more