2026માં બદલાઈ જશે ટેક્સ સિસ્ટમ! આવકવેરાથી લઈને તમાકૂ પ્રોડક્ટ્સ પર અસર, જાણો નવા નિયમ

By: Nation Gujarat Team
30 Dec, 2025

Income Tax New Rules 2026: દેશના કરોડો કરદાતાઓ માટે વર્ષ 2026 મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દાયકાઓ જૂની જટિલ ટેક્સ પ્રણાલીને અલવિદા કહીને તદ્દન નવી અને સરળ વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. પહેલી એપ્રિલ 2026થી 1961નો જૂનો આવકવેરા કાયદો ઈતિહાસ બની જશે અને તેની જગ્યાએ ‘નવો આવકવેરા કાયદો, 2025’ અમલમાં આવશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને પારદર્શક બનાવવી અને કાયદાકીય વિવાદોમાં ઘટાડો કરવાનો છે.

નવો આવકવેરા કાયદો શું છે?

નવો આવકવેરા કાયદો પહેલી એપ્રિલ, 2026થી અમલમાં આવશે. તેનો હેતુ વ્યક્તિઓ અને વ્યવસાયો બંને માટે ટેક્સ કાયદાઓને સરળ બનાવવાનો છે. સરકાર ટેક્સ બાબતોમાં કોર્ટ કેસ અને વિવાદો ઘટાડવા માંગે છે, અને ટેક્સપેયર ડર વિના નિયમોનું પાલન કરે તેની ખાતરી કરવા માંગે છે.


Related Posts

Load more