BREAKING NEWS – SSC-HSCની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર

By: nationgujarat
08 Nov, 2025

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર થઇ ગયુ છે પરિક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી પરિક્ષા યોજાશેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.

  • ધોરણ-10
  • 26 ફેબ્રુઆરી- ગુજરાતી(પ્રથમ ભાષા)
  • 28 ફેબ્રુઆરી – વિજ્ઞાન
  • 4 માર્ચ – સામાજિક વિજ્ઞાન
  • 6 માર્ચ – બેઝિક ગણિત
  • 9 માર્ચ – સ્ટાન્ડર્ડ ગણિત
  • 11 માર્ચ – અંગ્રેજી ( દ્વિતીય ભાષા)
  • 16 માર્ચ – હિન્દી અને સંસ્કૃત

ધોરણ-12 સામાન્ય પ્રવાહ

  • 26 માર્ચ – અર્થશાસ્ત્ર
  • 28 માર્ચ – વાણિજ્ય વ્યવસ્થા
  • 4 માર્ચ – નામાના મૂળતત્વો
  • 5 માર્ચ – મનોવિજ્ઞાન
  • 6 માર્ચ – સમાજશાસ્ત્ર
  • 7 માર્ચ – ગુજરાતી અંગ્રેજી (દ્વિતીય ભાષા )
  • 9 માર્ચ – આંકડાશાસ્ત્ર
  • 10 માર્ચ – ગુજરાતી (પ્રથમ ભાષા )
  • 11 માર્ચ – હિન્દી( દ્વિતીય ભાષા)
  • 12 માર્ચ – સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
  • 13 માર્ચ – ભૂગોળ
  • 14 માર્ચ- કોમ્પ્યુટર
  • 16 માર્ચ – સંસ્કૃત પારસી અરબી

GUJCET 2026ની પરીક્ષા તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા યોજાશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમ આપી શકાશે.


Related Posts

Load more