ICSE અને ISC ધો.10 અને 12નું પરિણામ જાહેર કરાયું: ધો. 10નું 99.30 ટકા અને ધો. 12નું 98.95 ટકા પરિણામ જાહેર,

By: Nation Gujarat Team
01 May, 2026

ICSE અને ISC બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું 99.30 ટકા અને ધોરણ 12નું 98.95 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પરીક્ષાની આયોજન લેવામાં આવી હતી.

ICSE બોર્ડની ધોરણ 10ની 67 વિષયોની પરીક્ષા 20 ભારતીય ભાષાઓ, 14 વિદેશી ભાષાઓ અને એક ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. બીજી તરફ ISCની ધોરણ 12ની 45 વિષયોની પરીક્ષા 13 ભારતીય ભાષાઓ, બે વિદેશી ભાષા અને 2 ક્લાસિકલ ભાષામાં યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 99.46 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 98.93 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, મહત્વનું છે કે વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. સેવન્થ ડે શાળા સંચાલકોની બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓનું પરિણામ અટવાયું છે. જો કે પરિણામ જાહેર ન થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ શાળા દ્વારા વાલીઓને આવતીકાલે પરિણામ આવી જશે તેવો મેસેજ કરીને આશ્વાસન આપવામાં આવ્યું છે. ટેક્નિકલ કારણથી પરિણામ અટવાયું હોવાનો શાળા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.


Related Posts

Load more