ICC એ વનડે વિશ્વકપ 2027 માટે યજમાન શહેરો અને સ્ટેડિયમોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં રમાવાનો છે. 24 વર્ષ બાદ વનડે વિશ્વકપની યજમાની ફરી આફ્રિકી મહાદ્વીપમાં મળી છે.
આ પહેલા 2003 વિશ્વકપનું આયોજન સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ મળીને કરી હતી. હવે 2027મા આફ્રિકા ફરી દુનિયાની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવા તૈયાર છે.
ગુરૂવાર (30 જુલાઈ) એ જોહનિસબર્ગમાં આયોજીત ભવ્ય સમારોહમાં આઈસીસી વિશ્વકપ માટે 12 વેન્યૂના નામ જણાવ્યા છે. આ દરમિયાન સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, પૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિની, પૂર્વ બેટર હાશિમ અમલા, વર્તમાન કેપ્ટન ટેમ્બા બાવુમા, સ્ટાર ફાસ્ટ બોલર કગિસો રબાડા, ઝિમ્બાબ્વેનો પૂર્વ કેપ્ટન હેમિલ્ટન મસાકાદ્ઝા અને નામીબિયાના પૂર્વ ખેલાડી રૂડોલ્ફ જાનસેન વૈન વુરેન પણ હાજર રહ્યાં હતા.
સાઉથ આફ્રિકામાં રમાશે સૌથી વધુ મેચ
વિશ્વકપ 2027મા સૌથી વધુ મેચ સાઉથ આફ્રિકાના 8 સ્ટેડિયમમાં રમાશે. વાન્ડર્સ સ્ટેડિયમ (જોહનિસબર્ગ), સુપરસ્પોર્ટ પાર્ક (સેન્ચુરિયરન), ન્યૂલેન્ડ્સ (કેપટાઉન), કિંગ્સમીડ (ડરબન), સેન્ટ જોર્જ પાર્ક (ગકેબરહા), મન્ગાઉન્ગ ઓવલ (બ્લોમફોન્ટેન), બોલેન્ડ પાર્ક (પાર્લ) અને બફેલો પાર્ક (કુગોમ્પો સિટી) વિશ્વકપની યજમાની કરશે.
ઝિમ્બાબ્વેના ત્રણ મેદાન પસંદ કરવામાં આવ્યા છે. તેમાં હરારે સ્પોર્ટ્સ ક્લબ (હરારે), ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ (બુલાવાયો) અને ફાલે મોસી-ઓઆ-તુન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (વિક્યોરિટા ફોલ્સ) સામેલ છે. તો નામીબિયામાં રમાનાર મેચ વિંડહોક સ્થિત નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
આઈસીસી ચેરમેન જય શાહે કહ્યુ કે આફ્રિકા પરત ફરવું વૈશ્વિક ક્રિકેટ માટે ખાસ ક્ષણ છે. તેમણે કહ્યું- 24 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આફ્રિકા પરત ફરવું ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ છે. અમને વિશ્વાસ છે કે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા પોતાની યજમાની, જુસ્સા અને વિવિધ સંસ્કૃતિથી દુનિયાને યાદગાર વિશ્વકપ આપશે.
ટૂર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર
આઈસીસીએ આ વખતે વિશ્વકપના ફોર્મેટમાં પણ ફેરફાર કર્યો છે. કુલ 57 મેચ રમાશે અને ટૂર્નામેન્ટ ત્રણ તબક્કામાં આયોજીત થશે. સૌથી પહેલા સુપર સિરીઝ રમાશે, જેમાં આઈસીસી રેન્કિંગની 12મી, 13મી અને 14મા સ્થાન પર રહેનાર ટીમો રાઉન્ડ રોબિન રમશે. તેમાંથી એક ટીમ મુખ્ય ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવશે. ત્યારબાદ 12 ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. બંને ગ્રુપમાં છ-છ ટીમો હશે અને દરેક ટીમ ગ્રુપની બાકી ટીમો સામે ટકરાશે.
ગ્રુપ સ્ટેજ બાદ બંને ગ્રુપની ટોપ ત્રણ-ત્રણ ટીમો અને સાતમાં નંબરની ટીમ સુપર-7મા પહોંચશે. અહીં 21 મેચ રમાશે. સુપર-7 પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ચાર ટીમને સેમીફાઈનલની ટિકિટ મળશે. પ્રથમ સ્થાન પર રહેનારી ટીમ ચોથા સ્થાનની ટીમ સામે ટકરાશે, જ્યારે બીજા અને ત્રીજા નંબરની ટીમ બીજી સેમીફાઈનલમાં રમશે.