રાજનીતીની સૌથી ગંભીર ઘટના… એક જ વ્યક્તિને ભાજપ,કોંગ્રેસ અને આપે મેન્ડેટ આપ્યું

By: Nation Gujarat Team
12 Apr, 2026

કેટલાય નેતાઓ ચૂંટણીમાં રાજકીય પક્ષોના મેનડેન્ટ પર ચૂંટણી લડવા માટે એડિચોટીનું જોર લગાવતા હોય છે તેમાય કેટલાય નેતોઓની મંશા અધુરી રહી જાય છે. કેટલાયને તો મેન્ડેટ મળ્યુ હોવા છતા ફોર્મ ભરવા જાય ત્યારે ઉમેદવાર બદલાય જતા હોય છે આવી પણ ઘટના બની છે ત્યારે ફરી એક વખત એક અજીબ ઘટના બની છે.ભાજપ,આપ,કોંગ્રેસે એક જ વ્યક્તિને ઉમેદવાર જાહેર કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સમાચાર વાંચીને તો કદાચ તમને પણ નવાઇ લાગશે પણ આ હકિકત છે.

હવે તમે વિચારો કે આ બંકો કેટલો મજબૂત હશે કે તેને સત્તાધારી પક્ષ,વિપક્ષ અને આપ પાર્ટીએ મેન્ડેટ આપી યાદી પણ જાહેર કરી લીધી બોલો., હવે તમે જાણવા માંગતા હશો કે આ ઘટના કઇ રીતે બની તો તમને જણાવી દઇએ કે આ ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો છે. ધાનપુર તાલુકાની પીપેરો જિ.પંની બેઠક પર ઐતિહાસીક ઘટના બની છે. આવી ઘટના રાજકીય ઇતિહાસમાં ક્યારેય બની નહી હોય. હવે તમારે આ બંકાનું નામ જાણવા ઉત્તેજના વધી છે તો તે પણ જાણાવી દઇએ કે કોણ છે આ મજબપૂત મહોદય કે જેને ત્રણેય રાજકીય પાર્ટીએ ટીકિટ આપી છે બોલો.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગુજરાતમાં આ સૌથી મોટી ગંભીર ભૂલ કહો કે કોઇ અન્ય કારણ પણ આ ઘટના બનતા રાજકીય પક્ષોની ઉંઘ ઉડી ગઇ હશે તે તો નિશ્ચિત છે. ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને એક મોટી ભૂલ સામે આવી છે. ભરતસિંહ વાખળા નામના ઉમેદવારને ત્રણેય પક્ષોએ મેન્ડેટ આપ્યું. આ એજ ભરતસિંહ વાખળા છે જે અગાઉ બચુ ખાબડ સામે ચૂંટણી લડી ચુકયા છે. હકિકતમાં આ બેઠક પર આપ પાર્ટીએ ભરતસિંહ ને મેન્ડેટ આપ્યું ત્યાર પછી કોંગ્રેસે પણ આમને જ મેન્ડેટ આપ્યું. ભાજપે પણ પાઇપોરા પીપેરો બેઠક પર ભાજપે પણ તેમને મેન્ડેટ આપ્યું. જો કે એક સમાચાર ચેનલના પત્રકાર દ્વારા પણ મામલતદારને ફોન કરી પુષ્ટી કરવામાં આવી હતી અને મામલતદારે પણ જણાવ્યું હતું કે ત્રણેય રાજકીય પક્ષોએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું. આવી ઘટના ગુજરાતમાં ક્યારેય બની નહી હોય અને બનશે પણ નહી, આ ઘટના પછી હવે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી શું ખુલાસો કરે છે તે જોવાનું રહ્યું


Related Posts

Load more