લોહી બનાવવાનું મશીન છે ફ્રીમાં મળતા આ 3 લીલા પાન, થોડા જ દિવસોમાં વધી જશે હિમોગ્લોબીન લેવલ

By: nationgujarat
01 Sep, 2025

How to Increase Hemoglobin: ભોજન ત્યારે જ સંતુલિત ગણાય છે જ્યારે તેમાં બધા જ પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. જો શરીરના પર્યાપ્ત માત્રામાં પોષણ ન મળે તો અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેવાની સંભાવના વધી જાય છે. આવી જ એક સમસ્યા છે શરીરમાં લોહીની ઉણપ. શરીરમાં લોહીની ઉણપ એટલે કે હિમોગ્લોબિન લેવલ ઓછું હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યા થાય છે જેમકે ચક્કર આવવા, શરીરમાં નબળાઈ લાગવી, શ્વાસ ફુલવો, મસલ્સ નબળા પડી જવા અને વારંવાર માથામાં દુખાવો થવો. તેવામાં જો હિમોગ્લોબિન લેવલ ઝડપથી વધારવું હોય તો શું કરવું આજે તમને જણાવીએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર ત્રણ છોડ એવા છે જેના પાન ફ્રી માં મળી રહે છે અને તે હિમોગ્લોબિન લેવલ ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે. જે લોકોને લોહીની ઉણપની સમસ્યા હોય તેમણે આ પાનનું સેવન કરવું જોઈએ. હિમોગ્લોબિન લેવલ વધારવા માટે અને પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે તુલસીના પાન, પપૈયાના પાન અને ગિલોયની જરૂર પડશે. આ ત્રણેય વસ્તુ એવી છે જે સરળતાથી મળી રહે છે. અને આ પાન લેવા માટે ખર્ચ પણ કરવો પડતો નથી. ફ્રીમાં તમને આ પાન સરળતા થી મળી રહે છે. તુલસીના થોડા પાન, પપૈયાના પાન અને ગિલોઇને પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. પાણીનો રંગ બદલી જાય એટલે તેમાં સંચળ ઉમેરીને ગાળી લો. તૈયાર કરેલું પાણી જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે તેને પી લેવું. આ પાન ઉકાળેલું પાણી પીવાથી હિમોગ્લોબિન લેવલ વધી શકે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર પપૈયાના પાનમાં હેલ્ધી એન્જાઈય હોય છે જે પ્લેટલેટ કાઉન્ટ વધારે છે અને હિમોગ્લોબીન સીન્થેસિસને સપોર્ટ કરે છે. તેવી જ રીતે તુલસીના પાન એન્ટિ ઓક્સિડન્ટ તત્વોનું પાવર હાઉસ છે. તે બ્લડ ફોર્મેશનને સુધારવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. તુલસીના પાન ઓવરઓલ હેલ્થને સુધારે છે.

જ્યારે ગિલોય આયુર્વેદમાં અમૃત ગણાય છે. તે રક્ત સાફ કરે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે સાથે જ ગિલોય નેચરલી શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. નેશન ગુજરાત તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more