વિશ્વકપમાં ભરતીય ટીમ અજેય બની ફાઇનલમાં પ્રવેશી છે. ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી તેમાં ટીમના દરેક ખિલાડીઓનું યોગદાન છે પણ શમીનું યોગદાન શ્રેષ્ઠ કહી શકાય કારણ તે શમી ભારતીય ટીમ તરફથી અને વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે,. સેમિફાઇનલાં ન્યુઝિલેન્ડ સામે જે રીતે સાત વિકેટ લીધી છે ત્યારથી તેના ફેન્સમાં જબરો વધારો થયો છે શમીએ હારેલી બાજી એકલા હાથે મેચ જીતાડી તેમ કહી શકાય. ટેસ્ટમાં શમીની ઓસ્ટ્રલિયા સામેનું પરફોર્મન્સ જોઇએ તો 12 મેચ રમી છે 44 વિકેટ લીધી છે. 2 વખત 5 વિકેટ ઓસ્ટ્રલીય સામે લીધી છે તો વનડેમાં 24 મેચ રમ્યો છે 38 વિકેટ લીધી છે. એક વખત 5 વિકેટ લીધી છે. પ્રથમ ટેસ્ટ શમીએ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં ડેબ્યુ કર્યો હતો તે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ મેચ રમ્યો છે. અને દિલ્હીમાં પ્રથમ વન ડે મેચ પાકિસ્તાન સામે રમ્યો છે. વિશ્વકપ 2023માં શમી 6 મેચ રમ્યો છે અને 23 વિકેટ લીધી છે. ભારતીય ટીમના બોલરમાં સૌથી પ્રભાવશાળી બોલર રહ્યો છે.
શમીએ કરી છે ખૂબ મહેનત
શમીના કેરિયરમાં પણ એક સમય એવો આવ્યો હતો કે બોલીંગ પરથી કંટ્રોલ ગુમાવી દીધો હતો અને ટીમમાંથી બહાર જવુ પડ્યુ હતું. ખરબ સમયે શમીની પત્નિ પણ તેને બકબોલ કહેવા લાગી હતી અને શમીના કોચ બદરૂદીને કહ્યુ હતું કે ક્રોસ સીમ બોલીગ કરે. કોચના ક્રોસ સીમના નિવેદનથી શમી થયો ગુસ્સે અને કહ્યુ કે હું ડરપોક નથી. ફાઇનલ મેચ પહેલા ઓસ્ટ્રલીયાના મેનેજમેન્ટ શમીની બોલીંગ વિશે પોસ્ટ મોટમ કરી રહી છે. શમી તેના ખરાબ સમયે ખૂબ પ્રેકટીસ કરી છે શમી તેના ગામડે જઇ ખૂબ મહેનત કરી છે. શમીના ખરાબ સમયે તેના પિતા અને ભાઇ હસિબે શમીને ખૂબ મહેનત કરાવી છે. પુરો સમયે બોલીંગ પ્રેકટીસ કરતો હતો શમી અને પિતા અને ભાઇ તેને મદદ કરતા હતા. પડોશી પણ શમીના પિતાને કહેતા કે શમીને ક્રિકેટ નો ખૂમાર ઉતારાવો અને પૈસા કમાવવાનું કહો. શમીને પિતા અને ભાઇએ અર્જૂનની જેમ એક લક્ષ આપ્યુ હતું કે ફકત વિકેટ લેવાનું.
શમી ટીમ ઇન્ડિયાથી બહાર થયો ત્યારે કોચે ક્રોસ સિમ કરવાની સલાહ આપી તેમા કોચને ગુસ્સામાં કહ્યું કે હું ડરપોક બોલર નથી હું ક્રોસ સીમ નહી જ કરુ મારી તાકત જ સીમ બોલીગ કરવાની છે. જો બેટર મારા બોલ પર ચોગો કે છગો મારશે તો પણ સિમ બોલીંગ જ કરીશ . શમી તેના ફાર્મ હાઉસમાં એક ડોલ પાણીમાં સફેદ બોલને ડુબાળી દેતો અને તેનાથી તે બોલીંગ કરતો અને રોજની 4 કલાક બોલીંગ પ્રેકટીસ કરતો રહ્યો શમી .વર્ષ 2020માં લોકડાઉન આવ્યું તેનો ભરુપર ઉપયોગ કર્યો અને શમીએ પ્રકેટીસ ચાલુ રાખી હતી. શમી ટીમમાં એક માત્ર એવો બોલર છે જે મેચમાં ઓસ પડે તો પણ બોલીગ યોગ્ય રીતે કરી શકે છે.
શમીને ટીમ ઇન્ડિયા તરફથી ફાઇનલમાં પણ ખૂબ આશા છે કે સેમિફાઇનલ વાળુ પ્રદર્શન ફાઇનલમાં કરે અને ઓસ્ટ્રલીયાના બેટરને પેવલીયન મોકલી ટીમ ઇન્ડિયાને જીત અપાવે.