ગત વર્ષે અંદાજે 50 જેટલા એરકન્ડિશન્ડ ડોમમાં નવરાત્રિના કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા 60થી વધુ પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોટા ક્લોઝ્ડ સ્ટ્રક્ચર અને ડોમ ઊભા કરવાની તૈયારીઓ વચ્ચે ફાયર વિભાગ દ્વારા આયોજકો માટે પરમિશન, ઇમરજન્સી એક્ઝિટ, સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને આગ સામેના સાધનો અંગે કડક શરતો તૈયાર કરવામાં આવી છે.
નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો એક જ સ્થળે એકત્ર થતાં હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ કટોકટી સર્જાય તો લોકોને ઝડપથી બહાર કાઢી શકાય અને ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે સરળતાથી પહોંચ મળી રહે તે માટે ફાયર વિભાગ દ્વારા આશરે 30 મુદ્દાની ફાયર સેફ્ટી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ પંડાલ કે ડોમની ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપી શકાશે નહીં. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાની રહેશે.
આ ઉપરાંત ડોમ અથવા પંડાલમાં એકબીજાની સામેની દિશામાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ રાખવાના રહેશે. કટોકટી સમયે મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના રસ્તેથી પણ લોકો ઝડપથી બહાર નીકળી શકે તે માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ રહેશે.
મંડપ, પંડાલ અથવા ટેમ્પરરી સ્ટેજ ઊભું કરતી વખતે આસપાસની સંવેદનશીલ જગ્યાઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. સ્કૂલ, હોસ્પિટલ તેમજ જ્વલનશીલ પદાર્થોના ગોડાઉનથી પૂરતું અંતર જાળવવું પડશે.
ફાયર ફાઇટર વાહનોને સ્થળ સુધી પહોંચવામાં કોઈ અડચણ ન આવે તે માટે પ્રવેશ અને આસપાસનો વિસ્તાર ખુલ્લો રાખવો પડશે.
ભઠ્ઠી, સબ-સ્ટેશન, ટ્રાન્સફોર્મર તેમજ હાઈટેન્શન અથવા રેલવે લાઇનની નીચે કે તેની નજીક પંડાલ ઊભો કરી શકાશે નહીં. બે અલગ-અલગ સ્ટ્રક્ચર વચ્ચે પણ ઓછામાં ઓછું 2 મીટર અંતર રાખવાની શરત રાખવામાં આવી છે.
પંડાલની અંદર કોઈપણ પ્રકારનું ફિક્સ પાર્ટીશન કરવાની મંજૂરી નહીં હોય. લોકો માટે બહાર નીકળવાનો માર્ગ સરળ અને અવરોધમુક્ત રહે તે માટે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવું જોઈએ.
સીટિંગ વ્યવસ્થા કરવામાં આવે તો પણ સલામતીના નિયમોનું પાલન કરવાનું રહેશે. દર 10 બેઠકો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવો પડશે, જેથી કટોકટીની સ્થિતિમાં લોકોની અવરજવર સરળતાથી થઈ શકે.
નવરાત્રિના ડોમમાં લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, એસી અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી વીજ સલામતીને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
મંડપમાં કરવામાં આવતું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ભારતીય વીજળી અધિનિયમ મુજબ સરકારી માન્ય ઇજનેર પાસે ચકાસાવવાનું રહેશે. તેની ટેસ્ટિંગ અને ચકાસણીનો રિપોર્ટ પણ રજૂ કરવો પડશે.
ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. શીટનું હોવું જરૂરી રહેશે. વાયરિંગમાં બેદરકારીથી શોર્ટ સર્કિટ કે ઓવરલોડ જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે આયોજકોએ જરૂરી તકેદારી રાખવી પડશે.
ડોમની અંદર વપરાતા પડદા અને કાર્પેટને પણ ફાયર સેફ્ટીના ધોરણોને અનુરૂપ રાખવાના રહેશે. આ સામગ્રી પર ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટનો ઉપયોગ કરવાની શરત રાખવામાં આવી છે.
જો પંડાલમાં મોશન ફિલ્મ કે અન્ય વિઝ્યુઅલ કન્ટેન્ટ બતાવવા માટે સ્ક્રીન લગાવવામાં આવે તો સ્ક્રીન પર જરૂરી સેફ્ટી ફિલ્મ લગાવવી પડશે.
આગ જેવી કટોકટીમાં પ્રથમ તબક્કે આગને કાબૂમાં લેવા માટે પૂરતા પ્રમાણમાં ફાયર ફાઇટીંગ સાધનો સ્થળ પર ઉપલબ્ધ રાખવાના રહેશે.
દર 100 ચોરસ મીટર વિસ્તાર દીઠ:
આ સાધનો સરળતાથી નજરે પડે અને જરૂરિયાતના સમયે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય તેવી જગ્યાએ રાખવાના રહેશે.
ફાયર સેફ્ટી માટે પંડાલમાં પાણીની વ્યવસ્થા પણ પૂરતી હોવી જરૂરી રહેશે. માર્ગદર્શિકા મુજબ ફ્લોર એરિયાના પ્રમાણમાં 0.35 લીટર પ્રતિ ચોરસ મીટરથી ઓછો પાણીનો પુરવઠો ન હોવો જોઈએ.
માત્ર ફાયર એક્સ્ટિંગ્વિશર મૂકવાથી જ સલામતી પૂર્ણ નહીં થાય. તેને ચલાવવાની જાણકારી ધરાવતા પ્રશિક્ષિત લોકો પણ સ્થળ પર ઉપલબ્ધ રહે તે જરૂરી બનાવવામાં આવ્યું છે.
ગરબા કાર્યક્રમ દરમિયાન ફાયર એક્સ્ટિંગ્વિશર ચલાવવાની તાલીમ ધરાવતા સ્વયંસેવકોને રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવાના રહેશે, જેથી આગની નાની ઘટના પણ શરૂઆતના તબક્કે નિયંત્રિત કરી શકાય.
નવરાત્રિના ધાર્મિક આયોજનને ધ્યાનમાં રાખીને માતાજીની મૂર્તિ પાસે પ્રગટાવવામાં આવતા દીવા અંગે પણ ખાસ તકેદારી રાખવાની રહેશે.
દીવા નીચે અચૂક રેતી રાખવાની રહેશે અને તેની આસપાસ ઓછામાં ઓછો એક સ્વયંસેવક સતત હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
કોઈપણ પ્રકારની કટોકટીમાં લોકોને તાત્કાલિક સૂચના આપી શકાય તે માટે ડોમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવાની રહેશે.
આ ઉપરાંત બહાર નીકળવાના માર્ગોને સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે માટે ઓટો-ગ્લો મટીરિયલના ‘EXIT’, ‘EMERGENCY EXIT’ અને ‘NO SMOKING ZONE’ જેવા સાઇનેજ લગાવવાના રહેશે.
નવરાત્રિ કાર્યક્રમ માટે માત્ર ફાયર વિભાગની મંજૂરી પૂરતી નહીં રહે. આયોજકોએ પોલીસ, ટ્રાફિક વિભાગ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જરૂરી લાઇસન્સ અને એનઓસી મેળવવાના રહેશે.
આ ઉપરાંત ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ તથા નેશનલ બિલ્ડિંગ કોડના પાર્ટ-4 મુજબ જરૂરી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે.
નવરાત્રિ દરમિયાન હજારો લોકો એક જ સ્થળે એકત્ર થતાં હોવાથી ડોમ અને પંડાલમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું આયોજકો માટે અત્યંત મહત્વનું બની જાય છે. ખાસ કરીને ક્લોઝ્ડ અને એરકન્ડિશન્ડ ડોમમાં ઇલેક્ટ્