BAPS સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલે, ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023ના રોજ એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષાદિન યોજાયો. પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા તથા ભારતમાં જન્મેલા ને ઊછરેલા 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાનોને વૈદિક દીક્ષા મંત્રો આપવામાં આવ્યા હતા. આ યુવાનોએ એક નવું જીવન નિઃસ્વાર્થ સેવાની પરિવર્તન યાત્રાની શરૂઆત કર્યું. દીક્ષા દિન તેમના જીવનમાં એક અસાધારણ પ્રકરણ ચિહ્નિત કરે છે, જે અતૂટ શ્રદ્ધા, એકતા અને ભક્તિ દ્વારા માર્ગદર્શિત માર્ગ માટે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
દીક્ષા દિન માત્ર એ એક પ્રસંગ નથી, પરંતુ એ આ 30 યુવાન પુણ્ય આત્માઓની અદમ્ય ભાવનાનો પુરાવો છે, જેઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને કંપનીઓમાં અભ્યાસ તથા વ્યવસાયોનાં વિવિધ ક્ષેત્રોને અનુસર્યા છે. આ નવયુવાનોમાંથી ઘણા એવા યુવાનો છે, જેઓ તેમનાં માતાપિતાના એકમાત્ર સંતાન છે, જે દર્શાવે છે કે તેમનાં માતા-પિતાએ સમાજ કલ્યાણ અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પોતાના વહાલસોયા પુત્રોને રાજીખુશી સાથે દીક્ષા લેવાની મંજૂરી આપી છે, જેથી તે યુવાનો પોતાની આધ્યાત્મિક પ્રગતિની સાથે-સાથે અનેક લોકોનાં જીવન પરિવર્તન કરવામાં અતુલ્ય યોગદાન આપી શકે.
આ સાધુ સમાજ એ નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત છે તેમજ માનવતાના ઉત્થાન માટે જરૂરી એવાં નમ્રતા, કરુણા અને અતૂટ સમર્પણનાં મૂલ્યોનું ઉદાહરણ આપે છે. તે વ્યક્તિગત બલિદાન દ્વારા નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય, એવી સિદ્ધિઓ જે સમાજ પર કાયમી હકારાત્મક અસર કરે છે એવી ઊંડી માન્યતાને દર્શાવે છે. દીક્ષા દિનનો સાર હિંદુ ધર્મનાં ઊંડાં મૂલ્યોમાં રહેલો છે, જેને આ યુવાનોએ જાળવી રાખવાનું પસંદ કર્યું છે. તે હેતુપૂર્ણ જીવન જીવવા માટેની તેમની પ્રચંડ પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં અન્યોની સેવાને અગ્રતા આપવામાં આવે છે અને સમુદાયની સુખાકારી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા બની જાય છે.
દીક્ષા લેનારા 30 સુશિક્ષિત યુવાનનાં નામ
નંબર | નામ | રહેણાક | વતન | અભ્યાસ | દીક્ષા નામ |
1 | વ્યોમેશ ભગત | ડાલાસ, TX | ઉમરેઠ, આણંદ | M.A. (Public Health) | સાધુ અક્ષરનિકેતદાસ |
2 | પુનિત ભગત | રેલે, NC | સાંથાલ, મહેસાણા | B.S. (Audio Engineering) | સાધુ નારાયણસંકલ્પદાસ |
3 | સુદ્ધાર્ધ ભગત | એડિસન, NJ | બોચાસણ, આણંદ | B.S. (Computer Science) | સાધુ અક્ષરસેવદાસ |
4 | પ્રતોષ ભગત | ટેમ્પા, FL | કોઠા, મહેસાણા | B.A. (Business Organization, Pre Law) | સાધુ અક્ષરહ્યુદ્યદાસ |
5 | પુષ્કર ભગત | ન્યૂયોર્ક, NY | બઉપુરા, મહેસાણા | B.S. (Electricle Engineering) | સાધુ ગુણાતિતશ્વરુપદાસ |
6 | નિરપેક્ષ ભગત | ફિલાડેલ્ફિયા, PA | નિકોરા, ભરૂચ | B.S. (Energy & Power Engineering) | સાધુ ગુુરુસનકલ્પદાસ |
7 | નૈષષ્તિક ભગત | એડિસન, NJ | પીજ, ખેડા | B.A. (Economics, Public Health, Religion) | સાધુ અક્ષરમુક્તાદાસ |
8 | ધાર્મિક ભગત | એડિસન, NJ | પીજ, ખેડા | B.S. (Nursing, Neuro Science) | સાધુ અક્ષરસ્નેહદાસ |
9 | સુકુમાર ભગત | રોબિન્સવિલે | મુધેલા, વડોદરા | B.S. (Architecture) | સાધુ અક્ષરસ્નેહદાસ |
10 | યગનભાઈ અમિતભાઈ પટેલ | મીમી | નડિયાદ, ખેડા | B.S. (Applied Mathmatics and Computer Science) | અભિમન્યુ ભગત |
11 | અજયભાઈ અમિષભાઈ પટેલ | એડિશન | ધર્મજ, આણંદ | B.S. (Finance, Statistics) | યુધિષ્ઠિર ભગત |
12 | રાજભાઈ ભરતભાઈ પટેલ | એટલાન્ટા | નિમેટા, વડોદરા | B.S. (Computer Science) | જન્મેજય ભગત |
13 | તન્મયભાઈ મદનસિંહ વાઘેલા | LA | દોભાડા, સાબરકાંઠા | B.S. (Political Science) | સહદેવ ભગત |
14 | યશભાઈ પ્રશાંતભાઈ શાહ | એટલાન્ટા | જામનગર | B.S. (Computer Science) | બલભદ્ર ભગત |
15 | વંદનભાઈ રિપલભાઈ પટેલ | એટલાન્ટા | વસો, ખેડા | B.S. (Electrical Engineering & Robotics) | પ્રદ્યુમ્ન ભગત |
16 | અર્થભાઈ જયદીપભાઈ પટેલ | રોબિનેસવિલે | પંડોલી, આણંદ | B.S. (Finance, Analytics & Info. Tech.) | નામદેવ ભગત |
17 | હર્ષભાઈ મહેશભાઈ પટેલ | શિકાગો | અલરશા, આણંદ | B.S. (Biology), PreMed | સુજત ભગત |
18 | રાજભાઈ સમીરભાઈ પટેલ | ક્લિફ્ટોન | નડિયાદ, ખેડા | B.S. (Elecrtrical Engineering, Computer Science) | સુનંદ ભગત |
19 | જયભાઈ શૈલેષભાઈ પટેલ | એડિશન | ભદ્રાણ, આણંદ | B.A. (Business) | નિશાદ ભગત |
20 | મલયભાઈ ભૃગેશભાઈ પટેલ | ડલાસ | ભદ્રાણ, આણંદ | B.A. (Economics) | પ્રણવ ભગત |
21 | તિલકભાઈ વિરલભાઈ ઝીંઝુવાડિયા | એડિશન | અમદાવાદ | B.S. (Biomedical Engineering) | દર્શક ભગત |
22 | સૌમિલભાઈ જિનાકીનભાઈ જાની | ઓર્નાલ્ડો | લિંબોદરા, ગાંધીનગર | Pharm.D. (Doctor of Pharmacy) | દશરથ ભગત |
23 | કીર્તનભાઈ કમલેશભાઈ લોધિયા | ડાર-એસ-સલામ, તાન્ઝાનિયા | જૂનાગઢ | B.A. (Finance) | ભગીરથ ભગત |
24 | જયભાઈ દીપ્તેશભાઈ પટેલ | એડિશન | અસલાલી, અમદાવાદ | B.S (Information Technology) | અંબરીષ ભગત |
25 | પ્રેમભાઈ જતીનભાઈ પટેલ | ફિલાડેલ્ફિયા | સમરખા, આણંદ | B.S. (Supply Chain Management) | જયદેવ ભગત |
26 | કેશવભાઈ નીતિનભાઈ પટેલ | રોબિન્સવિલે | આણંદ | B.A. (Finance) | પ્રહલાદ ભગત |
27 | વત્સલભાઈ ધર્મેન્દ્રભાઈ પટેલ | ટોરોન્ટો | પાદરા, વડોદરા | B.S. (Mathematics, and Statistics) | વિરાટ ભગત |
28 | પાર્થભાઈ કિરણભાઈ પટેલ | ટોરોન્ટો | ખેડા | B.S. (Computer Science) | રામાનુજ ભગત |
29 | હર્ષભાઈ સંજીવભાઈ પટેલ | ટોરોન્ટો | ચાંગા, આણંદ | B.S. (Nursing) | પરીક્ષિત ભગત |
30 | રોનકભાઈ જિતેન્દ્રભાઈ ખુટવડ | ટોરોન્ટો | વડોદરા | B.A. (Accounting and Finance) | પ્રતુ ભગત |