અમદાવાદના માંડવો ના ગરબામાં હીપ- હોપ અઘોરી મ્યુઝીક બેન્ડે તેમના અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા

By: nationgujarat
25 Sep, 2025

અમદાવાદના  એસજી હાઇવે સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં આયોજીત માંડવો ગરબામાં નવરાત્રીના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડયા હતો. ત્રીજા નોરતે  હીપ-હોપ  અઘોરી મ્યુઝિકલ બેન્ડની ટીમે ઉપસ્થિત સૌ ખેલૈયાઓને તેમના લોકસંગિત અને આધુનિક ફ્યુઝનની રીઘમ પર હિલોળે ચઠાવ્યા હતા . મ્યુઝિક બેન્ડ તેમના ફેમસ સોરઠ,ઝાકુડી,વાગે રે વાગે,માતાના પગલા.. ઠાકર કરે એ ઠીક જેવા ટ્રેકસે ઉપસ્થિત ખેલૈયાનો માતાજીની ભક્તિમાં લીન કરી દીઘા હતા. ખેલૈયાઓએ લાલ ,પીળા વિવિઘ કલરફુલ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબાની રમઝટ બોલવી હતી સરકારી સોન્ગ પર તો ખેલૈયાઓને મોજ કરાવી દીઘી હતી.

અઘોરી મ્યુઝિક બેન્ડ દ્વારા લાલા લાલ પાઘડી …રસિયા રૂપાળો રંગ રેલીયો…તેમજ  વાગે.. રે.. વાગે સહિત તેમના લોકપ્રિય મ્યુઝિક ગીત પર જમાવટ કરી દીધી. ખેલૈયાઓએ પણ મ્યુઝિક ટીમના ઉત્સામા સુર રેડી ગરબે રમ્યા હતા.  ખેલૈયાઓને અઘોરી મ્યુઝિક ટીમ સાથે ગરબા રમી મોજ આવી ગઇ હતી. ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ચિકાર હતું ગ્રાઉન્ટમાં મ્યુઝીકના તાલ સાથે ખેલૈયાઓ અવનવા ગરબા સ્ટેપ કર્યા હતા.

માંડવો ગરબાની ઇવેન્ટ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ કોઇ પ્રોફિટ કરવા હેતુ નહી પણ આવકનો મંદિરના નિર્માણ માટે  કરવામાં આવનાર છે. આોજકો દ્વારા ખેલૈયાઓને  ગરબા રમવા કોઇ અગવડ ન પડે તે માટે આયોજન કર્યુ હતું પાર્કિગ થી લઇ ફુડ કોર્ટ તેમજ સુરક્ષાના હેતુ પુરતુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. ઇવેન્ટમાં પાર્કિગની કોઇ સમસ્યા ન નડે તે માટે વિશાળ પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ ખેલૈયાને ગરબા દરમિયાન ઇમરજન્સી સારવારની જરૂર પડે તો એમ્બયુલન્સ ની એક ટીમ પણ તૈનાત હતી.

નવરાત્રીના ત્રીજા નોરતે સ્નેહા પટેલે જણાવ્યું કે, અઘોરી મ્યુઝિક બેન્ડ સાથે ગરબા રમવા અમે ઉત્સુક હતા તેમના સંગીર અને તેમના ગીતો સાથે ગરબા રમવાની મજા અલગ હોય છે. સ્નેહાએ વધુમાં જણાવ્યું કે, તે તેના પરિવાર સાથે ગરબે રમવા આવ્યા છે અને પરિવાર સાથે ગરબા રમવાનો આનંદ અલગ આવે છે. અંહી સવિઘા પણ પુરતી રાખવામાં આવી છે

ગરબા રમાવા આવેલા દેસાઇ પરિવારે જણાવ્યું હતું કે આયોજકો દ્વારા ખૂબ જ સારુ આયોજન કરવામાં આવ્યું છે એટલે તેઓ તેમના પરિવાર સાથે 9 દિવલ અંહી  ગરબા રમવાના છે. વરસાની આગાહી હોવા છતા માતાજીએ વરસાદ અટકાવી ખેલૈયાઓ પર મહેરબાની કરી છે. આજે અઘોરી મ્યઝિક ટીમ સાથે ગરબા રમવાની મજા આવી  તેમ જણાવ્યું હતું.

 

 


Related Posts

Load more