nationgujarat

રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલે નવી આગાહી

By: nationgujarat
06 Sep, 2024

ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં સાત તારીખ સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે. આગામી બે દિવસમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જે 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ આગળ વધતા 10થી 12 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ લાવી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યુ કે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. 7 અને 8 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે. આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બને તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.અંબાલાલ પટેલે કહ્યું કે 16 અને 17 સપ્ટેમ્બરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. જેથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ગુજરાતમાં હવામાનની આગાહી કરવા માટે જાણીતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી સંભાવના છે. જો આ સિસ્ટમ ગુજરાત પહોંચે તો 13-4થી 19 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડી શકે છે.


Related Posts

Load more