Health : ટાઇટ કપડા પહેરવાથી થાય છે આ નુકસાન, જાણો એક્સ્પર્ટે શું આપ્યાં કારણો

By: nationgujarat
04 Aug, 2023

આજકાલ ચુસ્ત અને ટૂંકા કપડા પહેરવાનો ક્રેઝ મહિલાઓ અને પુરુષોમાં છે, પરંતુ શું તમે જાણો છો? તેના નુકસાન પણ છે

આજકાલ ચુસ્ત અને ટૂંકા કપડા પહેરવાથી પીઠ અને ગરદનની માંસપેશીઓ પર એટલું દબાણ આવે છે કે તેનાથી બોડી પોશ્ચર બગડી શકે છે. ટાઇટ કપડાં પહેરવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.ટાઇટ કપડાથી પેટ અને છાતી પર પણ દબાણ આવે છે. તમારા પેટના સ્નાયુઓને પર બધી ઊર્જા એકત્રિક થાય છે. જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે.ટાઇટ કપડા પહેરવાથી આંતરડા પર પણ દબાણ આવે છે અને તેના કારણે પાચન સંબંધિત સમસ્યા પણ થાય છે.ત્વચાને પર્યાપ્ત હવા નથી મળતી તેના કારણે ફંગલ ઇન્ફેકશનની સમસ્યા પણ ટાઇટ કપડાના કારણે થઇ શકે છે.ટાઇટ કપડા પહેરવાથી માંસપેશી પર દબાણ આવવાથી નસ દબાઇ જવા જેવી સમસ્યા થતાં દુખાવો સહિતની અનેક સમસ્યા થઇ શકે છે.

ટાઇટ જીન્સ પહેરવાથી અંડકોષ પર વધારે દબાણ આવે છે. પશીનો થાવે કારણે ફંગલ જેવું ઇન્ફેકશન થવાની સંભાવના છે.

લો સ્પર્મ કાઉન્ટ પણ થવાની  વધારે સંભાવના છે. જે પુરુષો વધારે સમય જીન્સ પહેરે છે. તેમને આ સમસ્યા થાય છે. જેથી વઘારે સમય કે વધારે દિવસ સુધી ટાઇટ જીન્સ પહેરવી જોઇએ નહી અને ફોર્મલ કપડા જ પહેરવા પર ભાર આપવો જોઇએ.

નોંધ – વધારે માહિતી માટે તમારા ફેમેલી ડોકટરની સલાહ લેવી.


Related Posts

Load more