Hair Care: હોળી ધુળેટીનો તહેવાર ખુશીઓનો તહેવાર છે. લોકો ભારે ઉત્સાહ સાથે આ તહેવાર દર વર્ષે ઉજવે છે. જોકે ધુળેટી રમતી વખતે મહિલાઓને વાળ ડેમેજ થવાની ચિંતા સૌથી વધુ સતાવે છે. રંગથી રમવું ગમે છે પરંતુ કલરના કારણે વાળને નુકસાન ન થાય તે વાતની પણ તકેદારી રાખવી પડે છે. જો તમને પણ આવી ચિંતા સતાવતી હોય તો આજે તમને જણાવી દઈએ કેટલીક હેર કેર ટિપ્સ વિશે જેને ફોલો કરી લેશો તો વાળ ડેમેજ થતા અટકશે.
વાળમાં તેલ
ધુળેટી રમવા જાવ તે પહેલા વાળમાં અને સ્કેલ્પમાં પર્યાપ્ત માત્રામાં નાળિયેરનું તેલ અથવા તો ઓલિવ ઓઇલ લગાડી લો. વાળમાં તેલ લગાડી લેવાથી વાળ પર એક સુરક્ષાત્મક પરત બની જશે. તેનાથી વાળમાંથી રંગ પણ સરળતાથી નીકળી જાય છે.
વાળને ઢાંકી રાખો
ધુળેટી રમવા જાવ તો વાળને ટોપી, રૂમાલ કે સ્કાર્ફથી કવર કરી લેવા. જેના કારણે વાળમાં વધારે રંગ લાગશે નહીં અને વાળને ઓછું નુકસાન થશે.
ધુળેટી પછી વાળનું ડીપ કન્ડિશનર કરાવી લેવું જોઈએ તેનાથી ડેમેજ થયેલા વાળ રિપેર થઈ શકે છે.
રંગથી રમ્યા પછી વાળ ડ્રાય થઈ જતા હોય છે. વાળની આ ડ્રાઈનેસ ને દૂર કરી મોઈશ્ચર વધારવા માટે કન્ડિશનર કે હેર માસ્ક નો ઉપયોગ કરવો.
ધુળેટી રમ્યા પછી જ્યારે તમે વાળને ધોવાના હોય તો માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો અને હૂંફાળા પાણીથી વાળ ધોવો. તેનાથી વાળ ડ્રાય પણ નહીં થાય અને કલર પણ સરળતાથી નીકળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. nationgujarat તેની પુષ્ટિ કરતું નથી.)