સરકારી આંકડા મુજબ H-1Bબી કામદારોને સમાન નોકરીઓમાં અમેરિકન કર્મચારીઓની સરખામણીમાં મોટાભાગે ઓછો પગાર મળે છે. આ અંતર સરેરાશ 10000 ડોલર જેટલું હોય છે. સૂચિત નિયમો હેઠળ એમ્પ્લોયરે પ્રચલિત પગાર અથવા અમેરિકન કર્મચારીઓને અપાતો વાસ્તવિક પગાર બેમાંથી જે વધુ હશે તે વિદેશી પ્રોફેશનલ્સને ચૂકવવાનો રહેશે. જોકે, પ્રચલિત પગાર લઘુત્તમ મર્યાદા તરીકે કામ કરે છે અને નિષ્ણાતોનું કહેવું છે કે તેને ખૂબ જ ઓછો રખાયો છે.
નવા નિયમ H-1Bબી વિઝાની નવી અરજીઓ પર લાગુ થશે અને વર્તમાન સ્વીકૃત અરજીઓ પર તેની કોઈ અસર નહીં થાય. શ્રમ વિભાગ મુજબ સૂચિત પગાર વધારાથી વિદેશી પ્રોફેશનલ્સનો પગાર વાર્ષિક લગભગ 14000 ડોલર વધી શકે છે, જેથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી પર એમ્પ્લોયરનો ખર્ચ વધી જશે તેમ શ્રમ વિભાગે જણાવ્યું હતું.