Related Posts
ગ્વાલિયરમાં શનિવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે સ્પીડમાં આવી રહેલી ટ્રકે લગભગ 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. અકસ્માતમાં 13 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 32 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 7ની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ દેવીનાં દર્શન માટે શીતલા માતા મંદિરે ગયા હતા. અકસ્માત ચીનૌર રોડના ઢાળ પાસે થયો હતો.
કલેક્ટર રૂચિકા ચૌહાણના જણાવ્યા અનુસાર, ટ્રકે શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુએ આવેલી દુકાનોને કચડી નાખતાં મંદિરના પ્રવેશદ્વાર સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. તેના કાટમાળ નીચે 40-50 લોકો દબાઈ ગયા હતા.