વડતાલ ધામ.. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષરધામ તુલ્ય વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ખુબજ ધામધૂમપૂર્વક ઉજવાયો. વહેલી સવારથી હરિભક્તોની ભારે ભીડથી મંદિર પરિસર કિ ડી યા રુ ઉભરાયું હોય તેમ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. શણગાર આરતી બાદ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ગુરૂઓના ગુરૂનું , શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું અને પાદુકા પૂજન કર્યું હતું. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજા વિધિ કરાવી હતી. ત્યારબાદ મંદિરમાં આવેલ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં કલાકુંજ મંદિર દ્વારા કીર્તન ભક્તિ નો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી ગાદી સ્થાનજેતપુર દ્વારા ગુરુપૂર્ણિમા કથાનું રસપાન કરાવ્યું હતું. કથાનું રસપાન કરાવતા સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભક્ત ચિંતામણી ગ્રંથમાં ભગવાનના ચરિત્રો નું ચિંતન કરવું મનન કરવું કે દાન કરે તે સર્વેનું કલ્યાણ થાય છે ભગવાનના ચરિત્રો યોગી હોય તો જ્ઞાની હોય તે બધાને ગાવા માટે યોગ્ય છે કે ભગવાનના ચરિત્રો ગાવા થી તેમાં પ્રેમ થાય છે તેને ભક્તિ કહેવામાં આવે છે ભગવાનના ચરિત્રોમાં પ્રેમ થાય ચરિત્રો અને ભગવાનનું નામ જુદા નથી મૂર્તિ સંભાળો નામ લો ચિંત્વલ કરો એ કલ્યાણ નું મહામ મોટું સાધન છે કથા વાર્તા છે તે મૂર્તિ છે સંતો અને ભક્તોએ ભક્તિ માગી છે ભક્તિ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે.
આચાર્ય મહારાજ નું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટી ના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી તથા ટ્રસ્ટી મંડળના સભ્યો એ મહારાજ શ્રી નું પૂજન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ બાપુ સ્વામી . નિત્ય સ્વરૂપ સ્વામી સરધાર સત્સંગ ભૂષણ સ્વામી વિવેક સાગર સ્વામી સારંગપુર ધોલેરા મંદિરના કોઠારી તથા જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન પી પી સ્વામીજી સહિત મેમનગર ગુરુકુળના બાલકૃષ્ણદાસજી સ્વામી અને સંપ્રદાયના ધામો ધામ થી પધારેલ સંતો દ્વારા મહારાજશ્રીનું પુષ્પહારથી પૂજન કરવામાં આવ્યું હતું. સંતોના પૂજન બાદ સંપ્રદાયના હરિભક્તો દ્વારા પોતાના ગુરુ એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આજે સવારે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યા બાદ તેમના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે વડતાલની ભૂમિમાં પૂર્ણિમાના દિવસે જે ભક્તજનો પધાર્યા છે તેમની ઉપર શ્રી હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી થાય અને તેઓનું મંગળ કરે. સંપ્રદાય નો બીજો અર્થ થાય છે ગુરુ પરંપરા . શ્રી હરિકૃષ્ણ મહારાજે સંપ્રદાયની રીત પ્રવર્તાવી છે ત્યાગી. ગૃહી. આચાર્ય એ શ્રી હરિ ના વચન પ્રમાણે વર્તવાનું હોય છે . શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી શ્રી હરિ ની આજ્ઞા પ્રમાણે વળતી રહ્યા છીએ તેનો આનંદ છે હરી મંડપમાં શ્રી હરિએ સ્વહસ્તે શિક્ષાપત્રી નું લેખન કરેલ છે ઉપાસનાનું સ્વરૂપ શ્રી હરિએ વડતાલમાં હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવેલ છે. આગામી ડિસેમ્બર માસમાં ઉજવનાર ધોલેરા 20 દ્વિશતાબ્દી મહોત્સવ માં પધારવા ઉપસ્થિત હરિભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.