લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ, 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. જોકે, વર્ષ 2023માં કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી. ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે.
એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કિંજલની સગાઈ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર સગાઈની ઓફિશિયલ જાહેરાત કરવાની સાથે સગાઈનો વીડિયો પોસ્ટ કરી લખ્યું- ગોડ્સ પ્લાન.
કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિંજલ દવે અને ધ્રુવિન શાહ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. આ લાંબા સમયના સંબંધને હવે તેમણે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા આપી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફેન્સમાં આશ્ચર્ય અને ખુશીની લહેર લોકપ્રિય સિંગર કિંજલ દવેની અચાનક સગાઈના સમાચારથી તેમના અસંખ્ય ચાહકોમાં આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટોનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતની ‘ચાર ચાર બંગડીવાળી’ સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.
કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ? કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. આ ઉપરાંત તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે. ધ્રુવિન શાહ મલ્ટી-ટેલેન્ટેડ હોવાની સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.
કોણ છે કિંજલ દવે? કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરામાં થયો હતો. કિંજલ દવેને નાની ઉંમરથી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2017માં તેના હિટ ગીત ‘ચાર ચાર બંગડી’થી ખ્યાતિ મેળવી હતી. ત્યારથી તેણીએ ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. કિંજલ દવેએ ભારત અને વિદેશમાં પણ વિવિધ મ્યુઝિક કોન્સર્ટ કર્યા છે. કિંજલ તેના પરંપરાગત ગુજરાતી લોક ગીતો માટે જાણીતી છે અને મ્યુઝિકની દુનિયામાં તેના યોગદાન માટે તેને ઘણા એવોર્ડ પણ જીત્યા છે.
કિંજલના પિતા હીરાઘસુ હતા કિંજલના પિતા લલિત દવે હીરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા અને તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડાં જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું અને પછી કિંજલ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ હતી.