Gujarat Weather: આજે અમદાવાદ સહિત 19 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ત્રણ દિવસ તાપમાનમાં થશે ઘટાડો

By: Nation Gujarat Team
30 Mar, 2026

Gujarat weather Report: માર્ચ મહિનાની શરૂઆત એકદમ અંગ દઝાડતી ગરમીથી થઈ હતી, પણ તેના અંતમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી દર્શાવવામાં આવી છે. દેશના 17 જેટલા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે રાજસ્થાનથી મધ્ય ભારત સુધી ફેલાયેલી હવાની લહેર, ઓડિશા અને આસામ નજીક રચાયેલી ચક્રવાતી પ્રણાલીઓ અને દક્ષિણ ભારતમાં બદલાતા પવનો સામૂહિક રીતે એક મુખ્ય હવામાન પ્રણાલી બનાવે છે. પરિણામે, અનેક સ્થળોએ હવામાન પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. આ જ કારણ છે કે દેશના વિવિધ ભાગોમાં એક સાથે પ્રતિકૂળ હવામાન સર્જાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવેલા રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ઈરાન અને કેસ્પિયન સમુદ્રની વચ્ચેના વિસ્તારોમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન તરીકે પશ્ચિમી વિક્ષેપ સર્જાયો હતો. આની સાથે સંકળાયેલું ટ્રફ પણ સર્જાયું છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે પંજાબ અને નજીકના હરિયાણા પર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનમાંથી પંજાબ અને નજીકના હરિયાણાથી ઉત્તરપૂર્વ-અરબી સમુદ્ર સુધી પશ્ચિમ રાજસ્થાન ઉપર છવાયેલું છે. બીજી એપ્રિલથી એક નવું પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ત્રણ દિવસ માટે મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે, ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાનની આગાહી જોઈએ તો, આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
આજે એટલે 30મી માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

બીજી એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા છે.

Related Posts

Load more