રાજ્યના 5 જળાશળો ખાલીખમ, 138 જળાશળોમાં 50 ટકા જ પાણી

By: nationgujarat
10 Mar, 2024

Gujarat Water Crisis: ફેબ્રુઆરી માસ પુરો થઇ ગયો છે અને માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઉનાળાની સ્થિતિ ધીમે ધીમે બની રહી છે, ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાણીની તંગી સામે ઝઝૂમવાની સ્થિતિ સર્જાઇ શકે છે, કેમકે હાલમાં રિપોર્ટ પ્રમાણે, રાજ્યના જળાશળોના જળસ્તરો ઉનાળા પહેલા જ ઘટાડો જોવા મળી રહ્યો છે.

માર્ચથી ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ ચૂકી છે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પ્રજા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા રાજ્યના જળાશયોનું જળસ્તર ઘટ્યુ છે. હાલમાં રાજ્યના 138 જળાશયોમાં 50 ટકાથી ઓછુ જળસ્તર થયુ છે, જે આગામી દિવસોમાં, ખાસ કરીને ઉનાળામાં ચિંતાજનક સ્થિતિ સર્જી શકે છે. અત્યારે રાજ્યના પાંચ જળાશયો ખાલીખમ છે, તો વળી, 36 જળાશયોમાં 10 ટકાથી ઓછો જળસંગ્રહ છે. સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં પણ હાલમાં 66.75 ટકા જ જળસંગ્રહ છે.

ભારે કરી! ભારતના આ શહેરમાં જો કારને પાણીથી ધોઈ તો ભરવો પડશે 5 હજારનો દંડ

સ્વચ્છ પાણીથી કાર ધોવી કર્ણાટક રાજ્યના લોકો માટે મોંઘી સાબિત થઈ શકે છે. જો તમે પણ પીવાના પાણીથી તમારી કાર ધોશો તો સાવધાન, આવી ભૂલ કરવા પર તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. કર્ણાટક સરકારના નવા નિયમો અનુસાર સ્વચ્છ પાણીથી કાર ધોવા પર 5000 રૂપિયાનો દંડ લાગશે. પાણીની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. કર્ણાટક પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા સ્વચ્છ પાણીથી કાર ધોવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત બાગકામ, સમારકામ, પાણીના ફુવારા, માર્ગ નિર્માણ અને જાળવણીની કામગીરીમાં સ્વચ્છ પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કર્ણાટકમાં પાણીની તંગી
બેંગલુરુ અને તેની નજીકના શહેરો પાણીની ગંભીર તંગીનો સામનો કરી રહ્યા છે. આ શહેરમાં 3500 પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે માત્ર 219 ટેન્કર રજીસ્ટર થયા છે. રાજ્ય સરકારે 7 માર્ચ પહેલા આ ટેન્કરોનું રજીસ્ટ્રેશન કરવા માટે એડવાઈઝરી પણ જારી કરી હતી. આ ઉપરાંત કર્ણાટક સરકારે આ ટેન્કરોના માલિકોને ચેતવણી પણ આપી છે કે પાણીના ટેન્કરના ભાવ નક્કી કરવામાં આવે. આ ઉપરાંત, પાણીના ટેન્કરના માલિકોએ પાણી ખરીદનાર પાસેથી વધારાના પૈસા ન લેવા સુચના આપી છે.

સરકારે પાણીના ભાવ જાહેર કર્યા
બેંગલુરુ સિટી ઓથોરિટી દ્વારા પાણીના ટેન્કરની કિંમત જાહેર કરવામાં આવી છે. શહેરમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં 6000 લિટર પાણીના ટેન્કરની કિંમત 600 રૂપિયા છે. જ્યારે 8000 લિટર પાણીના ટેન્કરની કિંમત 700 રૂપિયા અને 12000 લિટર પાણીના ટેન્કરની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે. 5-10 કિલોમીટરની ત્રિજ્યામાં, 6000 લિટર પાણીના ટેન્કરની કિંમત 650 રૂપિયા થાય છે. 8000 લિટર પાણીના ટેન્કરની કિંમત 850 રૂપિયા અને 12000 લિટરના પાણીના ટેન્કરની કિંમત 1200 રૂપિયા થાય


Related Posts

Load more