ગુજરાતના આ ગામોમાં બે મહિનાથી ભેદી અવાજ અને ભૂકંપને લઇ લોકોમાં ભય નો માહોલ , સીસ્મોમીટર મુકાયું!

By: Krunal Bhavsar
20 Nov, 2025

બોટાદ:  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વિરડી, ખોપાળા અને કાપરડી સહિતના ગામોમાં છેલ્લા બે મહિનાથી સતત ભેદી અવાજ આવતા તેમજ ભૂકંપ જેવા હળવા આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ચિંતા પ્રસરતા અને ભયનો માહોલ સર્જાતા ગાંધીનગરની સીસ્મોગ્રાફી ટીમ વિરડી ગામે પહોંચી અસામાન્ય ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે.

વિરડી ખાતે સીસ્મોમીટર મુકવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા સતત થઈ રહેલા આ ભેદી અવાજ અને આંચકાની ફરિયાદ બાદ ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની સાથે ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફીની વિશેષ ટીમ વિરડી ગામે પહોંચી હતી.

સિસ્મોગ્રાફી ની વિશેષ ટીમે સૌપ્રથમ વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. (સીસ્મોમીટર) વિરડી ગ્રામ પંચાયત કચેરી ખાતે મૂકવામાં આવ્યું છે, જેથી આ આંચકા અને ભેદી અવાજનું વૈજ્ઞાનિક રીતે ચોક્કસ માપન અને વિશ્લેષણ થઈ શકે. સીસ્મોગ્રાફીના નિષ્ણાતોની ટીમે સ્થાનિક ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો અને તેમને આ પરિસ્થિતિમાં સંયમ જાળવવા જણાવ્યું હતું.

Seismograph with paper in action and earthquake – 3D Rendering

આફત દરમિયાન કઈ રીતે સંયમ અને ધીરજ જાળવવી, સુરક્ષિત સ્થળે કેવી રીતે પહોંચવું તેની જાણકારી આપી. છેલ્લા બે માસથી અનુભવાતા આ ભેદી અવાજ અને આંચકાનું ચોક્કસ કારણ જાણવા માટે સીસ્મોમીટરનું રીડિંગ મહત્વપૂર્ણ બનશે, જેના પર સૌની નજર ટકેલી છે. વહીવટી તંત્રએ ગ્રામજનોને ગભરાયા વગર, સંયમ રાખીને સીસ્મોગ્રાફી ટીમ દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

 

 

 


Related Posts

Load more