LPG Cylinder Shortage Hits : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતમાં દેખાઈ રહી છે. આજથી હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસનો બોટલ નહિ પડે. જયપુરથી બેંગલુરુ સુધીના હોટલ ઉદ્યોગ પર સંકટ આવી પડ્યું છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એજન્સીઓને મેઈલ કરીને જાણકારી આપી છે કે, ગેસનો બોટલ હાલ નહિ મળે. ત્યારે આ વચ્ચે રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આવ્યું છે.
LPG પુરવઠા અંગે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
યુદ્ધની અસરને પગલે એલપીજી પુરવઠો આખા દેશમાં ખોરવાયો છે. ત્યારે રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ કરાયો છે. LPG સપ્લાય હવે ટોચની પ્રાથમિકતા પર રહેશે. ઘરેલું LPG વિતરણ પર વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે જ ઘરેલું LPG સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર કરાયો છે. બે ગેસ સિલિન્ડર વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત કરાવ્યુ છે. બીજો સિલિન્ડર 25 દિવસ પછી જ બુક કરી શકાશે. હોસ્પિટલ-સ્કૂલોને LPGના પુરવઠામાં પ્રાથમિકતામાં મળશે. હોટલ-ઉદ્યોગોના ગેસ સપ્લાય માટે હાઈ-લેવલ સમિતિ કાર્યરત રહેશે.
તો બીજી તરફ, હોટલ એસોસિએશને અખબારી યાદી બહાર પાડી તેલ કંપનીઓના વાયદા અને વર્તમાન સ્થિતિ વચ્ચેના વિરોધાભાસ પર રોષ વ્યક્ત કર્યો છે. ગેસના ભાવ વધારા બાદ હવે પુરવઠાના અભાવે આખા શહેરમાં હોટલ ઉદ્યોગ ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે બેંગલુરુના ખાણી-પીણી બજાર અને અર્થતંત્ર પર માઠી અસર પડવાની શક્યતા છે.
નોન-ડોમેસ્ટિક LPGનો સપ્લાય સ્થગિત કરાયો
ઓઈલ કંપનીઓએ અનિવાર્ય કારણોસર નોન-ડોમેસ્ટિક LPGનો સપ્લાય સ્થગિત કરાયો. કોમર્શિયલ ગેસ (બલ્ક અને પેક્ડ)નો પુરવઠો આવતીકાલથી આગામી સૂચના સુધી બંધ રહેશે. તમામ ગેસ વિતરકોને હાલ માત્ર ડોમેસ્ટિક (ઘરેલું) ગેસ માટે જ ઓર્ડર નોંધાવવા સૂચના અપાઈ. અચાનક ઉભા થયેલા આ સપ્લાય સંકટને વહેલી તકે ઉકેલવા માટે કંપનીની ટીમો કાર્યરત છે. સ્થિતિ સામાન્ય થતાની સાથે જ કોમર્શિયલ ગેસનો સપ્લાય ફરી શરૂ કરવાની ખાતરી અપાઈ.
ગેસ સપ્લાયની અસરથી સાણંદના ઉદ્યોગો પડી ભાંગશે
સાણંદ GIDCમાં ગેસ સપ્લાય મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. SIA અને Gujarat Gas અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ, જેમાં વૈશ્વિક પરિસ્થિતિથી નેચરલ ગેસ સપ્લાયમાં ઘટાડો નોંધાયો. ઉદ્યોગકારોએ ગેસ અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. સાણંદની યુનિટ્સ ઓટોમોબાઈલ સપ્લાય ચેઇન સાથે જોડાયેલી છે. ગેસ વિક્ષેપથી ઉત્પાદન ઉપર ગંભીર અસરની આશંકા છે. જો સપ્લાય અટકશે તો યુનિટ્સ બંધ થવાની શક્યતા છે. સમગ્ર ઓટોમોબાઈલ સપ્લાય ચેઇન ઉપર અસરની ચેતવણી બેઠકમાં વ્યક્ત કરાઈ. સાણંદ GIDCમાં હજારો મજૂરોના રોજગારનો પ્રશ્ન છે. આ કારણે માઈગ્રન્ટ વર્કર્સ ઉપર પણ અસર થવાની શક્યતા છે. SIA પ્રમુખ અજિત શાહે મહત્વના સૂચનો રજૂ કર્યા. જેમાં ઉદ્યોગોને પ્રાયોરિટી કેટેગરીમાં ગેસ વહેંચવાની ભલામણ કરવામાં આવી. મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાની માંગ કરી, તેમજ ગેસ સપ્લાય સંચાલન વધુ અસરકારક બનાવવા સૂચન કરાયું. શક્ય તેટલો ગેસ સપ્લાય ચાલુ રાખવાની અધિકારીઓની ખાતરી કરાઈ છે. ઉદ્યોગોને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ અપાઈ. ઉદ્યોગો ચાલુ રહે તે માટે સહકારથી આગળ વધવાની સહમતી સધાઈ.