પાટીલથી સવાયા સાબિત થયા પંચાલ, ભાજપનો 2021થી પણ મોટો વિજય

By: Nation Gujarat Team
29 Apr, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થઈ ગયા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. મતગણતરી પહેલા કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ હતી.

ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે.

ભાજપે 2021 જેવો જ વિજય મેળવ્યો છે. આ વખતે પણ 100 ટકા મનપા કબ્જે કરી છે. જ્યારે 95 ટકા નગરપાલિકા, 97 ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જીતી છે. જ્યારે 2021માં 100 ટકા જિલ્લા પંચાયત, 100 ટકા મનપા, 93 ટકા નગરપાલિકા અને 86 ટકા તાલુકા પંચાયત જીતી છે. હાલ 97 ટકા સાંસદ અને 90 ટકા ધારાસભ્યો પણ છે.આમ આ વખતે ગત વખત કરતા પણ મોટો વિજય મેળવ્યો છે.

2027ની વિધાનસભા 2022 કરતા પણ મોટો વિજય મળી શકે આ પરિણામોની સીધી અસર 2027ની વિધાનસભા ચૂંટણી પર થશે એટલે કે ફરી સત્તા તો મળશે જ પણ 2022ની વિધાનસભા કરતા પણ જ્વલંત વિજય મળે તો નવાઈ નહીં. જો કોઈ નવી રાજકીય ઉથલ પાથલ કે મુદ્દો ન નડે તો 2027માં ભાજપ 160થી વધુ સીટ મેળવે તેવી પૂરી શક્યતા છે.

અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત કબ્જે કરી આપે ઇતિહાસમાં પહેલીવાર પંચાયતમાં સત્તા મળી છે. સુરત મનપામાં 2021માં 27 સીટ જીતનારી આપ આ 4 સીટ પર સમેટાઈ છે. જ્યારે કોંગ્રેસને 1 અને 115 સીટ સાથે ભાજપે ફરી સત્તા મેળવી છે.

વિશ્વકર્માનું ગજબનું માઇક્રો મેનેજમેન્ટ સમગ્ર ચૂંટણીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું. રાજ્યભરમાં ડોર-ટુ-ડોર પ્રચાર સાથે ગ્રૂપ મીટિંગ પર ભાર મૂકી સૌને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવી હતી. ચૂંટણી દરમ્યાન ભાજપે તમામ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ગ્રુપ મિટિંગ અને સામાજિક બેઠકો કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે બૂથ લેવલથી વોટ બેન્ક સુધી પહોંચવા માટે આખું પ્લાનિંગ ઘડ્યું હતું.

PM મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો, કહ્યું-રાજ્યને નવી ઉંચાઈએ લઈ જઈશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય માટે ગુજરાતના લોકોનો આભાર. સુશાસન અને ગુજરાત સરકારની શ્રેષ્ઠ કામગીરીને જોઈને મત આપ્યો છે. તેમણે વર્ષોથી ભાજપની મહેનતને આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે અમે આવનારા સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.

પાટીલથી સવાયા સાબિત થયા પંચાલ 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ હતી. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ હતી. જો કે તેઓ આ પરીક્ષામાં સંપૂર્ણ પાસ થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, તેઓનું પર્ફોર્મન્સ પાટીલથી પણ સવાયું છે. આ વખતે ભાજપે 90 ટકાથી પણ વધુ જીત મળી છે.

2021માં 90% સીટ પર કેસરિયો 2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી.ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે.


Related Posts

Load more