ગુજરાતના રાજકારણીઓ માટે મહત્વના સમાચાર – ખેડૂત નેતા માટે મહત્વના સમાચાર

By: Nation Gujarat Team
09 Apr, 2026

AAPના પૂર્વ નેતા રાજુ કરપડા આજે(9 એપ્રિલ) બપોરે 12:30 વાગ્યે ભાજપમાં જોડાશે. સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિધિવત ભાજપમાં જોડાશે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે (9 એપ્રિલ) તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.

રાજુ કરપડાએ થોડાક સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધુ હતુ. પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં  રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ  હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. રાજીનામા બાદ એવી પણ ચર્ચા હતી કે, તેઓ ગોપાલ ઇટલિયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી હતી. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ.


Related Posts

Load more