Gujarat IAS Transfer News : ગુજરાત સરકાર દ્વારા બુધવારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવતા એકઝાટકે 72 જેટલા IASની બદલી અને નવી નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમાપન બાદ કરાયેલા આ ફેરફારોમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી વિભાગોના ટોચના અધિકારીઓ પણ સામેલ છે.
જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.આ ઉપરાંત નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીનું ટ્રાન્સફર કરી તેમને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.