ગરબા રસિકો માટે કોઇ સમય મર્યાદા નહી ,આખી રાત ગરબે રમવા માટે છૂટ

By: nationgujarat
28 Sep, 2024

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ગરબા પર સૌથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે.

ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે?
આ વર્ષે પણ નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ મોટી ખુશખબર આપી છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, પણ આખી રાત ગરબા થશે
હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, કોંગ્રેસને કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું છે. તો ગુજરાતના ખેલૈયાઓ માટે એક મોટી ખબર ઝી 24 કલાક પર એ છે કે, આ નવરાત્રિમાં ખેલૈયાઓ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમી શકશે.


Related Posts

Load more