ગુજરાત(Gujarat) ના અનેક જિલ્લાઓમાં હિટવેવ (heatwave) ની આગાહી

By: Nation Gujarat Team
11 Mar, 2026

Gujarat heatwave alert:  ગુજરાત (Gujarat) ના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હિટવેવ (Heatwave) અંગેની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ (Ahmedabad) સહિતના મોટા શહેરોમાં હવે ગરમીનું જોર વધવાની શક્યતા છે.

ગુજરાત (Gujarat) ના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રી (Degrees) સેલ્સિયસને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સૂર્યદેવ આકરા પાણીએ જોવા મળશે.

આ પાંચ જિલ્લાઓમાં હિટવેવની ચેતવણી

રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ (Kutch), બનાસકાંઠા (Banaskantha), પાટણ (Patan), મહેસાણા (Mehsana) અને સુરેન્દ્રનગર (Surendranagar) માં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને બપોરના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા જેવી સાવચેતી (Precautions) રાખવાની સલાહ આપવામાં આવી છે.

હીટ ડોમ ઇફેક્ટ અને ઉત્તર-પશ્ચિમના ગરમ સૂકા પવનોને કારણે અમદાવાદમાં પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે હવામાન નિષ્ણાતોના મતે આગામી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે

ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર અને દીવ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાત્રે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ઉત્તર-પશ્ચિમ દિશાથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

12 માર્ચે આ 8 જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં લગભગ 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે આવતીકાલે એટલે કે 12 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

3થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 10%થી 20% નીચે ગયું છે, જે સામાન્ય રીતે 50%થી 60% રહેતું હોય છે. જેથી ચામડી બાળી નાખતી ગરમીનો અનુભવ થાય છે. આ સંજોગો જોતાં આગામી 3થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની પૂરી સંભાવના છે. અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ છેલ્લા ચાર વર્ષના ડેટા પર નજર કરીએ તો, વર્ષ 2026માં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.


Related Posts

Load more