ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદથી રાજ્યના લોકોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી સિસ્ટમ નબળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 85 ટકા વરસાદ નોંધાયો છે.
આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહી શકે છે. સૌરાટ્રમાં પણ એકાદ સ્થળે વરસાદ રહી શકે છે. ગુજરાતમાં ત્યાર સુધી સિઝનનો 37 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 605.7 mm વરસાદ રહ્યો છે. આગામી 5 થી 6 દિવસ હળવો વરસાદ રહી શકે છે. અમદાવાદમાં એકાદ જગ્યાએ વરસાદ થઇ શકે છે.
ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી
ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમ
ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.