ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે(5 એપ્રિલ) ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
કોંગ્રેસ સાંજ સુધીમાં પહેલી યાદી જાહેર કરશે. AMCની ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરને રિપીટ કરશે,જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી, રાજશ્રી કેસરીની ટિકિટ લગભગ નક્કી છે.ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. આજે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.
ભાજપે ઉમરેઠ વિઘાનસભા પેટાચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપ હાલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની આખરી ઓપ આપી રહ્યુ છે ઉમેદવારોને લઇ મંથન ચાલી રહ્યુ છે સુત્રના જણાવ્યા પ્રમાણે ભાજપ 9 થી 10 તારીખ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.
40 સ્ટાર પ્રચારકો (Star Campaigners) ની આ યાદી સૂચવે છે કે ભાજપ આ પેટા ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વિવિધ જ્ઞાતિ અને સંગઠનના હોદ્દેદારોને પણ આ યાદીમાં સ્થાન અપાયું છે. આગામી દિવસોમાં આ નેતાઓ દ્વારા જાહેર સભાઓ, રોડ-શો અને ડોર-ટુ-ડોર કેમ્પેઈન (Door-to-door campaign) દ્વારા ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવશે.
આણંદની હાઈપ્રોફાઈલ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજયધ્વજ લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેની વ્યુહરચનાના પાના ખોલ્યા છે. સંગઠન અને સરકારના ટોચના 40 મહારથીઓને મેદાનમાં ઉતારવાની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે. આ યાદીમાં સમાવિષ્ટ નામો અને પક્ષની રણનીતિ જોતા લાગે છે કે આ જંગ ખરાખરીનો જામશે. આ યાદીમાં કયા મોટા માથા છે તે જાણવા જેવું છે.