ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે

By: nationgujarat
20 Dec, 2025

Grant in Aid Schools: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે. ગ્રામ્યમાં 55 ટકા તો શહેરી વિસ્તારમાં 80 ટકા વિધાર્થીઓની હાજરી શાળામાં ફરજિયાત કરી દેવામાં આવી છે. જો નવા ઠરાવ મુજબ હાજરી નહીં હોય તો સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં કાપ મૂકવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી અને શહેરમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો શાળાની 100 ટકા ગ્રાન્ટ કપાશે.

કેમ ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો?

શિક્ષણ વિભાગ ઠરાવ જાહેર કરતાં જણાવ્યું છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત અને અસરકારક રીતે થાય તથા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી હાજરી બાબતે શાળાના સંચાલકો અને શિક્ષકો સતત પ્રત્યનશીલ રહે તે કારણે ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળા નવા ઠરાવ મુજબ જો ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો 100 ટકા ગ્રાન્ટ કપાશે તેમજ શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કાપી નાખવામાં આવશે

શહેરી વિસ્તારની શાળામાં હાજરી મુજબ કેટલી ગ્રાન્ટ?

શહેરી વિસ્તારની શાળાઓમાં જયારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 80 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 75 થી 97 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 70 થી 74  ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 70 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 65 થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 65 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જયાં 60 થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60 ટકા સામે દર્શાવેલ 80 ટકા ગ્રાન્ટકાપ રહેશે. અને 60 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ આપવાનો


Related Posts

Load more
Follow Us

Live Cricket Score