SURAT : ગણેશ વિસર્જન દરમિયાન સુરત પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ, હજારોની ભીડ વચ્ચે અફરાતફરી

By: Krunal Bhavsar
06 Sep, 2025

સુરત ન્યૂઝ : સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા માટે યાત્રા નીકળી હતી, જેને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં યાત્રામાં એક ટ્રકચાલકને આગળ જવાનું કહેતા ગણેશ મંડળના સભ્યો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવતા હજારોની ભીડ વચ્ચે અફરાતફરી માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના લઈને પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી.

મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જ્યારે આજે શનિવારે (6 સપ્ટેમ્બર) અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા સહિત મોટાભાગના વિસ્તારોમાં ગણેશ વિસર્જન માટે કુંડ બનાવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાને વિદાય આપી છે.

જ્યારે સુરતમાં ગણેશ વિસર્જન માટે નીકળેલી યાત્રા દરમિયાન પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગણપતિનો ટ્રક આગળ લેવાનું કહેતા માથાકૂટ થઈ હતી. જેમાં પોલીસે સ્થિતિ કાબુમાં લેવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. તેવામાં હજારોની ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેને પગલે પોલીસ અને ગણેશ ભક્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 


Related Posts

Load more