કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું:ગુજરાત ATS, કોસ્ટગાર્ડનું ઓપરેશન

By: Nation Gujarat Team
27 May, 2026

ગુજરાતમાં અને ભારતમાં વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છના દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની ટીમે કચ્છના દરિયામાં એક જહાજમાંથી 200 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શકમંદોને ઝડપી પાડવામાં આવ્યા છે. ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવી રહ્યો હોવાની પ્રાથમિક વિગત મળી છે. જો કે, આ જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોણે મંગાવ્યો હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર બાબતે ગુજરાત ATS બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી જાહેર કરી શકે છે.

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાંથી ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક કોંગ્રેસનો સક્રિય કાર્યકર મેહુલ નલિન મકવાણા છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે રૂ. 6 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


Related Posts

Load more