અમદાવાદ : અમરાઈવાડી સ્થિત સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરીનો ભાગ ધરાશાયી, 3 લોકોને ઈજા, 15 લોકોનું રેસ્ક્યૂ

By: Krunal Bhavsar
13 Nov, 2025

Ahmedabad News: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગુરૂવારે (13 નવેમ્બર) દુર્ઘટના બની છે. સંત વિનોબાનગર નજીક સુખરામનગરમાં AMCના સ્લમ ક્વાર્ટર્સમાં 17 નંબરના બ્લોકમાં ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં નીચે ઉભેલા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ગેલેરીનો ભાગ ધરાશાયી થતા 10થી 15 લોકો ક્વાર્ટર્સમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યૂ કરવા માટે ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે સીટીઓની મદદથી તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જણાવી દઈએ કે, મનપા દ્વારા ક્વાર્ટર્સને ખાલી કરવા માટેની નોટિસ ફટકારાઈ ચૂકી છે, તેમ છતાં હજુ પણ લોકો અહિ વસવાટ કરી રહ્યા છે. રાહત ની વાત છે કે કોઈ જાનહાની નથી થઇ.

AMC ના સ્લકમ કવોટર્સ બન્યા છે જર્જરિત : અમરાઈવાડી ના સુખરામ નગર સ્લમ ક્વાટર્સ માં વિવિધ બ્લોક્સ ની હાલત કફોડી છે. ક્વાટર્સ જુના હોવા થી ઘણા બ્લોક જર્જરિત હાલત માં છે , લોકો જર્જરિત બ્લોક માં વસવાટ કરવા મજબુર છે, આગળ જતા બીજા બ્લોક્ માં ભી ગેલેરી તૂટી પાડવાની શક્યતા પુરી રહેલી છે.

રિ-ડેવલોપમેન્ટ પોલીસીના ઝડપી અમલની માંગ

વર્ષો જુના મકાનો કે જે અત્યંત જોખમી હોય તેના રિ-ડેવલોપમેન્ટની પોલીસી સરકારે બનાવી છે. પરંતુ આ પોલીસી હેઠળ જોઇએ તેટલા મકાનોને ડેવલોપ કરવામાં આવતા નથી. કેટલાક કિસ્સામાં ટેન્ડર મંજૂર કરાયા છે છતાંય કામગીરી હાથ ધરાઇ નથી.

સરકારની ઉદાસીનતા વચ્ચે પૂર્વ અમદાવાદમાં જર્જરિત મકાનો હજુ કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેશે તેવી ભીતિ રહીશો સેવી રહ્યા છે. રિ-ડેવલોપમેન્ટની પોલીસીને અસરકારક રીતે અને ઝડપભેર અમલી બનાવી લોકોના જીવ બચાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.


Related Posts

Load more