સંસદમાં બંધારણ પર થયેલી ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પ્રત્યે કોંગ્રેસના વલણની ટીકા કરી રહ્યા હતા. ત્યારે વિપક્ષ શાહ દ્વારા બાબા સાહેબ પર કરવામાં આવેલી એક ટિપ્પણીને લઈને હુમલો કરી રહ્યું છે અને અમિત શાહ પર બંધારણના નિર્માતાનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યું છે.
જો કે બુધવારે સાંજે પ્રેસ કોન્ફરન્સમાં ખુદ અમિત શાહે આ મામલે ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ તેમના ભાષણને તોડી મરોડીને રજુ કરી રહી છે. અમિત શાહે મીડિયાને તેમનું સમગ્ર નિવેદન બતાવવાની અપીલ કરી હતી. ભાજપનો આરોપ છે કે, અમિત શાહની 12 સેકન્ડની વીડિયો ક્લિપને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તેમનું આખું નિવેદન બતાવવામાં આવી રહ્યું નથી. આ મામલે હવે ગુજરાત ખાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરિખે પણ વિરોધ નોધાવ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજયસભામાં જે નિવેદન કર્યુ છે તે દેશના દરેક નાગરીક માટે અપમાન જનક છે તેમણે આ સંદર્ભે પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે મળીને આવેદન પત્ર આપ્યું હતું જેમ જણાવ્યું હતું કે, દેશના ગૃહમંત્રી નીચલા સ્તરની માનસીકતા ઘરાવે છે તેમના નિવેદનમા ડો.આબેડકરજી માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તેનીથી કરોડો ભારતીયોનુ અપમાન કર્યુ છે. અમિત શાહ જાહેરમા માફી માંગે અને ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપે તેવી અપીલ કરી છે.